Mittal Patel Profile Banner
Mittal Patel Profile
Mittal Patel

@Mittal4Nomads

Followers
27,050
Following
542
Media
2,553
Statuses
4,745

Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger

Ahmadabad City, India
Joined December 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Mittal4Nomads
Mittal Patel
4 years
વોટર વ્હીલ અત્યાર સુધી માથે ઉપાડેલા પાણીના બેડામાંથી છુટકારો. પાણી ભરેલું બેડું માથા પરથી ઉતરે કે બોલાઈ જતું ટાલકુ બળી ગ્યું પાછુ પાણી મેળવવા જોજનો ચાલવાનું તો ખરુ જ બનાસકાંઠાના ઘાણાની ભરથરી બહેનોને માથે પાણી ઉપાડવું ન પડે એ માટે VSSMએ વોટરવ્હીલ થકી રાહત આપી @CollectorBK @CMOGuj
Tweet media one
63
215
2K
@Mittal4Nomads
Mittal Patel
2 years
આભાર...
@purneshmodi
Purnesh Modi
2 years
Tweet media one
5
31
190
120
131
2K
@Mittal4Nomads
Mittal Patel
2 years
બેન આ મારી ભેંસ. તમે લોન આપેલી એમાંથી પાડી લીધી એને મોટી કરીને 50,000માં વેચી. પછી બીજી પાડી લીધી આમ કરતા કરતા બે પાડી- ભેંસ થઈ પછી વેચી. હાલ મારી પાસે બે ભેંસો છે. આ બધુ તમે 20,000 આપ્યા એમાંથી શરૃ કરેલું. હવે ડેરીમાં દૂધ ભરાવું છ��ં. ગાંધીનગરના દેલવાડાના ગોવિંદભાઈની આ વાત
Tweet media one
29
48
1K
@Mittal4Nomads
Mittal Patel
3 years
પાણીના બેડા ઊંચકીઊંચકી ને હવે તો ટાલકુ દુઃખે છે પાણી મેળવવા રઝળપાટ કરતી ઘણી બહેનોના મોંઢે આ સાંભળ્યું છે અમરેલીના બગસરામાં વિચરતીજાતિના પરિવારો રોજીની શોધમાં રઝળપાટ કરે. તેઓ માથે નહીં પણ હાથથી 45 લીટર જેટલું પાણી સરળતાથી ખેંચી શકે તે માટે વોટર વ્હીલ આપ્યા. @CMOGuj @CollectorAmr
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
41
112
1K
@Mittal4Nomads
Mittal Patel
4 years
સ્વપ્ન રાજકોટના ત્રાંબાનો પ્રતાપ પતિ-પત્ની પ્લાસ્ટીકની ખુરશી, તગારા વેચવાનું કરે પગપાળા માથે આ વસ્તુ ઉપાડી વેચે છકડો હોય તો વધુ વેપાર થાય એવું પ્રતાપ કહે અમે લોન આપી પ્રતાપ છકડો લાવ્યો આજે સુખી છે સ્વપ્નું છે પોતાની પોતાનું મોટુ વાહન લેવાનું એના ઘેર ગઈ એ વખતે હોંશથી પડેલો ફોટો
Tweet media one
61
58
994
@Mittal4Nomads
Mittal Patel
2 years
અમારી જયા. અમારી હોસ્ટેલમાં ધો.5થી ભણવા આવેલી. તે વખતે કહેતી દીદી 10 સુધી જ ભણીશ અને જોતજોતામાં એણે MA પુરુ કર્યું. એના લગ્ન લેવાયા. જવાનું થયું ને આમ ચોંટીને પોક મુકીને રડી. દીકરીઓ મીઠુડી હોય. જો કે જયા આમ મને વળગી એટલે મારી દીકરી કિઆરાએ મને પકડી. એની મા વહેંચાય એ ��ને ન ગમે..
Tweet media one
Tweet media two
Tweet media three
31
44
972
@Mittal4Nomads
Mittal Patel
4 years
ફોટોમાં દેખાય એ ગુલાબભાઈને ઊંટલારી લેવા લોન આપી, હપ્તા નિયમીત ભરે પણ કોઈ તકલીફ આવી, હપ્તા ભરવામાં વિલંબ થવા માંડ્યો હપ્તા નથી આવતાના ઠપકા માટે મે ફોન કર્યો તો કહે,બેન કાલે જ હાંઠિયા ગાડી વેચી દઉ. તમારે આમ મારા લીધે નીચુ જોવું પડે ઈ મને નો ગમે એ પછી તો ફોટોમાં દેખાય એ છકડોય લીધો..
Tweet media one
45
77
930
@Mittal4Nomads
Mittal Patel
3 years
જય ભીમ ફીલ્મ.. મન મગજ બધુયે હલાવી નાખતી નરી વાસ્તવીકતા દર્શાવતી ફીલ્મ ઍમેઝોન પ્રાઇમ વિડિયો પર રીલીઝ થયેલી આ ફીલ્મ જોઈ ઘણા મિત્રોના ફોન આવ્યા મિત્તલ તમે જે કાર્ય કરો છો, તમે જેમની વ્યથાવર્ણવો છો તે વર્ણને તાદૃશ્ય કરતી આ ફીલ્મ. ખાસ જોજો ને ખરેખર ફીલ્મજોયા પછી આ બધુયે તાદૃશ્ય થયું
Tweet media one
32
78
927
@Mittal4Nomads
Mittal Patel
4 years
છેલ્લા ઘણા વખતથી જેની રાહ જોવાતી હતી તે પુસ્તક જેમાં વંચિતો, વિચરતી જાતિઓ સાથે કરેલી રઝડપટ્ટી - મારા અનુભવોની વાત લખી છે એ પ્રકાશીત થઈ રહ્યું છે.. ભારતને (ઈન્ડિયાને નહીં) સમજવા આવા પુસ્તકો વાંચવા જોઈએ ગાંધીજી પ્રત્યેના પ્રેમને લીધે નવજીવન આ પુસ્તક પ્રગટ કરે તે આશા પણ પૂર્ણ થઈ
Tweet media one
82
96
895
@Mittal4Nomads
Mittal Patel
3 years
અમારી હોસ્ટેલમાં 10 પાસ કર્યા પછી આ પાંચેયને ગણપતયુનિવર્સીટીમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ, ઈલેકટ્રીકલ અને મિકેનીકલમાં પ્રવેશ અપાવ્યો. ડિપ્લોમાની સાથે 12માંની પરિક્ષાઆપવા એ હોસ્ટેલઆવ્યા એમના ભણતરનો ખર્ચ મા-બાપ આપી ન શકે એટલે અમે ખર્ચ ઉપાડીએ કમાઈને બીજાને મદદરૃપ થશું એવી ભાવના આ પાંચેયની
Tweet media one
94
73
871
@Mittal4Nomads
Mittal Patel
4 years
અમારી મનીષા પિતાને અલ્સરની બીમારી, માં શાકભાજી વેચે આવામાં બાળકોને ભણાવવાનો ખર્ચ ક્યાંથી કાઢવો મનીષા અમારી હોસ્ટેલમાં ભણવાઆવી સાયન્સ ભણી હાલ રાજકોટ નર્સીંગકોલેજમાં ભણે અમે ત્યાં પણ એનું ધ્યાનરાખીયે દીદી પ્રોફેસર થવું છે એવું એ કહે આવા બાળકોને ભણાવવામાં નિમિત્તબનવાનું ગૌરવ છે
Tweet media one
41
64
861
@Mittal4Nomads
Mittal Patel
3 years
મારા પપ્પા અને કાકાને મ્યુકરમાઈકોસીસ થયો છે અમદાવાદ લઈજવા ડોક્ટરે કે છે. સોમભાઈએ આ કહ્યું આ રોગનો ખર્ચ મોટો, સમયસર ઓપરેશન ને પછી ઈન્જેક્શન અમે ખાનગી હોસ્પીટલમાં ઓપરેશન કરાવ્યું પછી સીવીલમાં દાખલ કર્યા ઓપરેશનમાં મોડાઈ પોષાય નહીં પછી ઈન્જેકશનની વ્યવસ્થા કરી ઝટ સાજા થાય એવીપ્રાર્થના
Tweet media one
Tweet media two
215
99
860
@Mittal4Nomads
Mittal Patel
2 years
3 નાના ટબુડિયાના બાપ હરીએ ગળા ફાંસો ખાધો. મા આ ત્રણેયને મુકીને બીજે જતી રહી. ઢળતી ઉંમરે રાજકોટના રામપરાબેટીમાં રહેતા વાલાબાપા અને પુનીમાના માથે આ બાળકોની જવાબદારી આવી હરીની જગ્યાએ હું કેમ ન ગ્યો એવું વાલાબાપા રડીને કહે. કામ થતું નથી. અમે રાશન આપીએ દર મહિને જેથી એમનો નિભાવ થાય.
Tweet media one
Tweet media two
Tweet media three
47
87
844
@Mittal4Nomads
Mittal Patel
3 years
સમાજ તંદુરસ્ત બને તે માટે ખરેખર શાની જરૃર? વિચારવા જેવું વાક્ય....
Tweet media one
27
104
812
@Mittal4Nomads
Mittal Patel
4 years
'બેન એક ફેરા મારા ઘરમાં આવો ન એ મહેશભઈ એક ફોટો પાડી આલો' 'પણ શું કરશો ફોટો પાડીને?' 'મારા ઘરમાં મઢાઈન મુકીશ' ડીસાના ટીનાબેનને રાહત દરે ઘર મળતું હતું થોડી રકમ ઘટતી હતી અમે લોન સ્વરૂપે આપી. જેમને ઘર મળ્યા હતા એ પરિવાઓને મળવા ગઈ એ વેળા ટીનાબેનના આગ્રહથી પાડેલો ફોટો
Tweet media one
37
44
798
@Mittal4Nomads
Mittal Patel
4 years
ગામડાઓમાં આવી ગરમીમાં પ્રવાસ કરીએ એટલે બાપોરો કરવાનું ટાળું. કોઈ ખેડૂતના ત્યાં છાસ મીઠું જીરું નાખેલી એક બે પીતળીયા પીવાય એટલે ટાઢક.. પીતળિયું પિત્તળનું હોય પણ સ્ટીલના જે વાડકામાં મેં છાશ પીધી એને પણ પીતળિયું જ કહે છે ને? આસોદર ના પદમાં ભાઈએ ભાવથી છાસ પીવડાવી એની તસવીર
Tweet media one
38
25
779
@Mittal4Nomads
Mittal Patel
1 year
ખેડાના ગુતાલગામના શંભુની બેય કીડની ફેઈલ. મા-બાપ મૃત્યુ પામ્યા. દાદા દાદી મજૂરી કરીને એને સાચવે. સ્થિતિ દયાજનક. દાદા પાસે APL રેશનકાર્ડ. જો અંત્યોદયકાર્ડ મળે તો અનાજ વધુ મળેને દાદાને રાહત થાય. નડિયાદમામલતદાર શ્રી જૈમિનીબેનને રજૂઆત કરી એમણે તુરત કાર્ડ આપ્યું તેમની સંવેદનાને પ્રણામ
Tweet media one
17
43
770
@Mittal4Nomads
Mittal Patel
3 years
અમારી હોસ્ટેલમાં ભણતી ટાબર.. હવે તો ઘણી મોટી થઈ ગઈ...
Tweet media one
16
27
748
@Mittal4Nomads
Mittal Patel
3 years
કીંજલ ધો.6થી અમારી હોસ્ટેલમાં ભણે. ભણતરમાં એ થોડી કાચી. છતાં મહેનતથી એણે 12મુ પાસ કર્યું. એને પોલીસ બનવું છે. મૂળ પિતા દારૃનું વ્યસન કરે આમ પિતાથી પરિવારના સૌ થાકેલા પોતાના જેવી સ્થિતિ કેટલાયની હશે એટલે મોટા થઈને પોલીસ બની દારૃ સામે જંગ છેડવાની એની હોંશ છે ભગવાન મનોરથ પૂર્ણ કરાવે
Tweet media one
37
61
751
@Mittal4Nomads
Mittal Patel
4 years
દેવામાં ડૂબેલા ગોવિંદે દેવું ઉતારવા પોતાની જાતને ગીરવે મૂકવાનું નક્કી કર્યું 'મારુ ગોમ સોડવું પડશે માતાજી તે આવી દશા ચમ લાઈ'ની પ્રાર્થના બીજાદિવસે બનાસકાંઠામાં પુર આવ્યુ.ટોટાણામાં પણપાણી ફરી વળ્યા ગોવિંદ અમારા સંપર્કમાં આવ્યો દેવામાંથી કાઢ્યો, પાકુ ઘર નહોતું એ બનાવવામાં નિમિત્ત
Tweet media one
Tweet media two
Tweet media three
55
56
735
@Mittal4Nomads
Mittal Patel
2 years
શાંતા મા અમદાવાદમાં રહે, દીકરાને દારૃની લત લાગી શાંતા મા કહે હું એનાથી સંતાઈને રહું એ આવે તો મને મારે. માને પોતાનો જણ્યો પીડે. શાંતા મા બંગડી ��ોરીયા વેચી ગુજરાન ચલાવતા પણ હવે ઉંમર થતા બધુ બંધ થયું. કોઈ આપે ને ખાય એ સ્થિતિ. અમને ખ્યાલ આવતા રાશન આપવાનું શરૃ કર્યું જેથી ઘડપણ સુધરે
Tweet media one
26
37
737
@Mittal4Nomads
Mittal Patel
4 years
'બુના તમારો નંબર આલો..' 'શામાં લખી આપું? કાગળ આપો..' અને પછી શરૃ થાય આજુબાજુ કચરામાં પડેલા કાગળિયા શોધવાની કવાયત કાગળિયામાં નંબર લખનારને હું કહુ કે, 'કાગળિયું તો ખોવાઈ જશે' સાંભળીને એ લોકો કહે, 'ના બુના ઓન તો જીવ ઘોડે હાચવીશું. વખો પડ તાણ કોમ આવ..'
Tweet media one
25
50
722
@Mittal4Nomads
Mittal Patel
4 years
કયારેક આવું પણ કરીયે ... કુદરતે આપણને ઘણું આપ્યું છે એમાંથી થોડું બીજાને આપીયે.. આ આપવાનો આનન્દ અનેરો.. એક વખત આપી જોઈશું તો વધુ ખ્યાલ આવશે..
31
104
707
@Mittal4Nomads
Mittal Patel
2 years
અમે 316 બા દાદાને સાચવીયે. દર મહિને એમને મહિનો ચાલે એટલું રાશન આપીયે. તહેવારોનો સમય. દિવાળી, નવું વર્ષ તો એમના ત્યાં પણ. બસ એ બધાને પણ સામાન્ય રીતે રાશનકીટમાં આપીયે એના કરતા વધારેરાશન ખાસ પુરી, ભજીયા, વડા, શિરો બનાવી શકે એવું એમણે કહેલું આપ્યું. સાથે મીઠાઈ અને ફરસાણ તો ખરું જ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
63
703
@Mittal4Nomads
Mittal Patel
1 year
10મુ પાસ કર્યું ને મારા લગ્ન થયા. ભણવાનું છુટ્યું પણ પતિએ ભણવામાં મદદ કરી ને હું ગ્રેજ્યુએટથઈ મારા પતિ રીક્ષા ચલાવે હું આંગણવાડીમાં કામ કરુ. મારા દીકરા હર્ષે બીટેકમાં પ્રવેશ મેળવ્યો. પણ ફી ભરવામાં તકલીફ હતી.તમે લોન ન આપી હોત તો અમને હર્ષને ભણાવવું થોડુ મુશ્કેલથાત પાયલબહેનની આવાત
Tweet media one
10
24
700
@Mittal4Nomads
Mittal Patel
4 years
સ્વપ્ન.. અમદાવાદના ગુલબાઈ ટેકરા પર રહેતો ��્રકાશ ઉંમરમાં નાનો પણ સ્વપ્ન આભ આંબવાના. વ્યવસાય માટે અમે લોન આપી. હપ્તો ભરવા ઓફીસ આવે એક દિવસ આવીને કહે, બેન મારે ગુલબાઈ ટેકરામાંથી બહાર નીકળવું છે. લોક ભેગા ઘર લેવું છે. બચત કરવા સમજાવ્યું આવનારા વર્ષોમાં એ સરસ ઘર લેશે એ નક્કી..
Tweet media one
26
60
680
@Mittal4Nomads
Mittal Patel
2 years
ડ્રાઈવીંગ ઘણું આવડે પણ લાયસણ કઢાવતા નાકેદમ આયો. કોઈ ગોમ જવું હોય તો આ બસ ચોજવાની એવું કોકન પુસવું પડ. ભણ્યા નહીં એટલે સતી ઓખે ઓધળા આવું દલપતભાઈ ભરથરીએ કહ્યું ને પોતાને ને ભાઈના 4 બાળકોને અમારી હોસ્ટેલમાં દાખલકરવા લઈ આવ્યા પાછુ જુનમાં ભરથરીના પચા સોકરા હોસ્ટેલમાં મુકીશનું કહી ગયા
Tweet media one
12
23
680
@Mittal4Nomads
Mittal Patel
4 years
નાનકડો દેવું ઓખા વિસ્તારનો ભોપા રબારી સમાજનો ... નિશાળમાં રજા એટલે માં બાપ ભેગો એમને મદદ કરાવવા નીકળ્યો. ઊંટ તો સંભાળે જ પણ ઘેટાં બકરાના નાના નાના 50 થી વધુ બચ્ચા એ સાંભાળે.. મારી દીકરી kiara ને તું દેવું જેમ કામ કરી શકે એમ પુચ્છ્યું એ જવાબ જ ન આપી શકી..
Tweet media one
14
35
676
@Mittal4Nomads
Mittal Patel
1 year
ચાય મારુ મન ગમતું પીણું...
Tweet media one
25
16
673
@Mittal4Nomads
Mittal Patel
4 years
અધિકારી ઈચ્છે તો શું કરી શકે તેનું ઉ.દા ઉત્તરપ્રદેશના જાલોન જિલ્લાના કલેક્ટર ડો. મન્નાન અખ્તર દુષ્કાળ ગ્રસ્ત જિલ્લાની કાયાપલટ કરી નાખી વરસાદી પાણી સંગ્રહ માટેની વ્યવસ્થા - ચેકડેમ રીપેરીંગનું જોરદાર કામ કર્યું અદભૂત વ્યકિત જે ધ્યેય માટે IAS થયા એ સિદ્ધ કર્યું @CMOGuj @pkumarias
Tweet media one
18
89
644
@Mittal4Nomads
Mittal Patel
3 years
સુરેન્દ્રનગર અમદાવાદ આવવાના રસ્તે વર્ષો જુના વૃક્ષો કપાઈ રહ્યા છે. રસ્તો પહોળો કરવામાં વાંધો નથી સગવડ વધે માટે આ કદાચ જરૂરી પણ મૂળ સાથે આ ઝાડને ઉખાડી બીજે વાવવાનું, ઝાડનું પુનઃવસન કેમ નથી કરતા? બચેલા ઝાડનું પુનઃ વસન કરવા @PMOIndia @CMOGuj @GujForestDept @MLAJagdish ને વિંનતી
40
149
648
@Mittal4Nomads
Mittal Patel
4 years
મારુ પુસ્તક પ્રિન્ટ થઈને આવી ગયું પુસ્તક મેળવવા 9327538823-નીતીનને ફોન કરશો તો કુરીયરથી પહોંચાડીશું પુસ્તકની કિંમત 123 છે પણ કુરીયર કવરનો ખર્ચ ગણીએ તો ગુજરાતમાં 150માં પહોંચાડીશું અને ગુજરાત બહાર 160 રૃપિયા થશે... પુસ્તકની કિંમત પેટીએમ નંબર 9099936013 પર ચુકવી વિગત વોટસઅપ કરવી
Tweet media one
51
64
637
@Mittal4Nomads
Mittal Patel
3 years
ડાયનિંગ ટેબલને ભુલાવી દે એવી સુંદર આપણી પરંપરાગત ભોજન વ્યવસ્થા ને ભોજન તો આહ ને વાહ બોલાય એવું ..
Tweet media one
24
29
636
@Mittal4Nomads
Mittal Patel
4 years
લગ્નની સીઝન પુરબહાર ખીલી છે કંકોત્રીમાં લોકો હજારો ખર્ચે,ત્યારે નેનીબહેન ને કમલેશે જે કંકોત્રી આપી તેમાં 1 રૃપિયાનો ખર્ચ માંડ થતો હશે રૃમાલમાં લાલ,પીળાલીલા રંગથી રંગેલા ચોખા લઈને તેમાંથી ચપટી ચોખા આમંત્રીતોને આપીદેવાના. આમંત્રણ આવી ગયું પહેલાં આ રિવાજ જ હતો પણ હવે જમાનો દેખાડાનો
Tweet media one
32
40
632
@Mittal4Nomads
Mittal Patel
4 years
હિંમત.. 2017માં બનાસકાંઠામાં પુર આવ્યું ઉમરીના લાલાભાઈ પાસે ચમચી પણ નહોતી બચી એમણે નાસીપાસ થયા વગર ફેરા બેઠા થવાનું સ્વપ્ન સેવ્યું, અમે ચાર ગાય માટે લોન આપી એમાંથી આયોજન કરી નાના મોટા 50 ઢોર વસાવ્યા ગયા વર્ષે આખા કાંકરેજ તાલુકામાં વધારે દૂધ ભરાવનાર વ્યક્તિ તરીકે સન્માન મેળવ્યું
Tweet media one
Tweet media two
Tweet media three
29
80
624
@Mittal4Nomads
Mittal Patel
4 years
કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તનેસ્વર્ગ ભુલાવું શામળા આ કહેવતમાં થોડુંઉમેરણ ઉત્તર ગુજરાતમાંય ભૂલો પડ ભગવાન ... ઉ .ગુ.મહેમાનગતિમાં કાઠીયાવાડથી જરાય ઉતરતું નહિ જમ્યા નથીની ખબર પડે તો ભલેને ગમેએટલા વાગ્યા હોય,શિરો,દેશી ગવારફળીનું શાક, વઘારેલુંદહીં,બાજરીના રોટના, ઘીગોળ છાસ આહાહા કેટલું
Tweet media one
27
33
629
@Mittal4Nomads
Mittal Patel
2 years
બાબુકાકા પાટણના ખાખલના 51 વર્ષ સુધી જેમનાથીસુખ છેટે રહ્યું. એ કહે, લુંગડું મારુ હગુ નતું, નેહાળ જવું'તુ પણ જવું તો પેટ ભૂખ્યું રે આવા બાબુકાકાને 2017માં અમે 10000ની પ્રથમ ને પછી બીજી ને ત્રીજીલોન આપી એમણે કોલસા પાડવાનું કામ શરૃ કર્યું આજે 35 માણસોને એ કામ આપે ને પત્ની સરપંચ બન્યા
Tweet media one
19
33
633
@Mittal4Nomads
Mittal Patel
2 years
વૈશાલીબેનના પતિ 2 વર્ષ પહેલા ગુજરી ગયા. હતાશ થયેલા એમણે આત્મહત્યા માટે કોશીશ કરી એ વખતે અમારા સંપર્કમાં આવ્યા. હતાશામાંથી તો બહાર કાઢ્યા એમને બે બાળકો છે.એમના માટે મજૂરી કરે પણ ઝાઝું મળેનહિ સિલાઈ આવડે ને એ અમદાવાદમાં જ્યાં રહે ત્યાં કામ પણ મળે પણ પાસે મશીન નહિ. અમે આપ્યું. એ રાજી
Tweet media one
32
36
611
@Mittal4Nomads
Mittal Patel
4 years
લાકડાના બુટ પશુપાલકો અને ખેડૂત માટે જ્યાં વપરાય એ નેધરલેન્ડ બે વર્ષ પહેલા જવાનું થયું પશુપાલનના કામમાં ઘણીવખત ઢોરનો પગ માણસના પગ પર પડી જાય ને પગના પંજાને ઇજાપહોંચે લાકડાના બૂટમાં આવી ઇજા ન પહોંચે આપણા દરેક પશુપાલકોને આવા બુટ આપવા જોઈએ દૂધ ડેરી એના સભાસદો માટે આ નિર્ણય લે
Tweet media one
24
69
604
@Mittal4Nomads
Mittal Patel
3 years
મીરા અને ચેતન સુરેન્દ્રનગરનાદૂધરેજમાં રહે દીદી હોસ્ટેલમાં ક્યારે લઈજશો? અમારા ત્યાં 8 ધો.સુધીનીનિશાળ આગળતમે નહીં લઈજાવ તો ભણવાનું છુટીજશે 2022માં બેઉને અમદાવાદ લઈજવાનું વચનઆપ્યું આવા 1000 બાળકોને ગાંધીનગરના પાનસરમાં ભણાવવાનું સ્વપ્ન.જગ્યા લઈ લીધી બે મહિનામાં બાંધકામ શરૃ કરીશું
Tweet media one
34
50
593
@Mittal4Nomads
Mittal Patel
3 years
'અમારા ત્યાં જમશો બેન?' એવું ઝૂંપડાંમાં રહેનાર કોઈ પ્રિયજન મને પુછે ને હું હા પાડુ પછી એમનો રાજીપો જોવા જેવો હોય... વળી જમવાનું બનાવ્યા પછી એ લોકો મારી નજીક કોઈને બેસવા ન દે ના એ પોતે બેસે. હું પાસે બેસવા આગ્રહ કરુ તો કહે, ના બેસાય બેન ક્યાંક તમને નજર લાગી જાય. કેવો પવિત્રભાવ
Tweet media one
22
31
596
@Mittal4Nomads
Mittal Patel
3 years
અમારી 71 પેઢીમાં પાકાધરમાં રહેવા જવાવાળા અમે પહેલાં આ વાક્ય સાંભળીને આપણા રુવાડાં ઊભા થઈ જાય ને? આવા 90 પરિવારો બનાસકાંઠાના કાકરમાં રહે અમે આ બધાના ઘર બાંધવાનું કરી રહ્યા છીએ સરકારની સહાય ઉપરાંત ક્યાંક લાખ તો ક્યાંક 1.5લાખ VSSMએ ઉમેર્યા જેથીએમનું સુંદર ઘર બને @CollectorBK @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
34
72
595
@Mittal4Nomads
Mittal Patel
3 years
ફુલવાદી સમાજના લગ્ન લાડીનો ઘૂંઘટ ઉઠાવીને મે પુછ્યું, મૂંઝારો નથી થતો જવાબમાં સરસ સ્મીત.. દરેક સમાજની પરંપરાઓ નોખી એમ ફૂલવાદી સમાજની પરંપરા પણ એકદમ નોખી સાવ સાદાઈથી લગ્ન, જાન લાડીને લેવા જાય ખરી પણ ત્યાં કોઈ જમે નહીં સાસરીવાળા ફક્ત લાડાને અને અણવરને જમવાનું આપે એય પાછુ શાક, રોટલો
Tweet media one
23
40
586
@Mittal4Nomads
Mittal Patel
3 years
ઘડપણમાં બીજેથી લાવીને ખાવુ ન પડે ભરપેટ ભોજન કરી શકે તે માટે દર મહિને રાશન આપવાનું શરુ કર્યુ. (માવજત કાર્યક્રમ અંર્તગત ) આવા માવતરોની સંખ્યા 156 જેટલી થઇ છે. કોરોનાના કપરા સમયમાં અમારા કાર્યકર્તા માવતરોને ઘરે રાશન કીટ પહોચાડે છે. અને જે શુભેચ્છકો આમાં મદદ કરી રહ્યા છે. એમનો આભાર
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
35
68
574
@Mittal4Nomads
Mittal Patel
1 year
ખાખી વર્દી જોઈ અમે ભાગતા.. ગુજરાતની ઘણી જેલમાં હું રહ્યો. 50,000 નું ઇનામ માથે હતું. ઘણી ગુનાહિત પ્રવૃત્તિ કરી પણ પછી... આગળનો વાત વીડિયોમાં સાંભળજો.. પણ પ્રેમ માણસને બદલી નાખે છે. વાત વિજાપુરના ઉમરભાઈની. દીકરી ��ેવું હેત વર્ષાવે. પણ રાજી થવાય આ પરિવર્તનથી. કુદરત નિમિત્ત બનાવે બસ
20
32
547
@Mittal4Nomads
Mittal Patel
4 years
બનાસકાંઠાનું લવાણા ગામના સરપંચ રામાભાઈને ફોન કરીને ગામમાં 10,000 ઝાડ વાવવા છે જગ્યા આપશોની વાત કરીને એમણે તુરત હા ભણી 18 એકર જમીનમાં 12,500 વૃક્ષો વવાયા. શિક્ષક હીરાભાઈના પરિવારે અને ગામના અન્યોએ મળીને વૃક્ષો વાવ્યા વૃક્ષઉછેર માટે બે પગારદાર વૃક્ષમિત્ર રાખ્યા @CollectorBK @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
36
53
537
@Mittal4Nomads
Mittal Patel
3 years
આવું આપણે ત્યાં ક્યારે થશે ? ઓક્સિજન આ સમયમાં બહુ શોધ્યો.. હવે તો વૃક્ષનું મહત્વ સમજીયે ...
Tweet media one
40
82
544
@Mittal4Nomads
Mittal Patel
4 years
ONGCએ અમારી પાસેથી ગેસકનેક્શન નહોય એવા 250 પરિવારોની યાદી માંગી.યાદી મુજબએમણે કનેક્શન આપ્યા સાણંદના રૃખીબેનને કનેક્શનમળ્યું રૃખીબેને છાપરાંમાં ઊભું રસોડું બનાવી કનેક્શનગોઠવ્યું, મને હરખથી બતાવ્યું ગેસનું સીલીન્ડર ભરાવવુંમોંધુ પણ ચોમાસામાં ભીનાલાકડાં ન સળગે ત્યારેસીલીન્ડર સહારો
Tweet media one
35
43
536
@Mittal4Nomads
Mittal Patel
3 years
ગુજરાતની ગૌરવ શાળી મહિલાઓ.. આભાર કચ્છમિત્ર
Tweet media one
41
66
530
@Mittal4Nomads
Mittal Patel
2 years
નિસંતાન શાંતાબા અમદાવાદમાં રહે. પતિ થોડા વર્ષ પહેલાં ગુજરી ગયા. એક ભાઈ શાંતાબાને 1000નો કટલરીનો સામાન બીજા દિવસે 1100 આપવાની શરતે આપે. જો કે હમણાંથી સામાન લેવામાં તકલીફ ઊભી થઈ. અમારા ધ્યાને વાત આવતા અમે 10000નો સામાન ભરાવી આપ્યો જેથી કોઈ પાસેથી વ્યાજવા રૃા. લેવા ન પડે ને જીવનચાલે
Tweet media one
23
41
528
@Mittal4Nomads
Mittal Patel
2 years
પ્રકાશભાઈ સુરેન્દ્રનગરમાં રહે ને ભંગાર ભેગો કરવાનું કામ કરે. ખભે કોથળો લઈ ભંગાર ભેગો કરતા પ્રકાશભાઈ માંડ પેટ જોગુ રળી શકે. મૂળ તો ખભા પર ભંગારનો ભાર વેંઢારી શકાય એટલું જ લઈ શકાય માટે એમણે પેડલ રીક્ષા મળે તો કામ માટે લાંબુ ફરી શકાયનું કહ્યુ અને અમે પેડલ રીક્ષાની મદદ કરી હવે એ રાજી
Tweet media one
27
28
523
@Mittal4Nomads
Mittal Patel
4 years
આજે બનાસકાંઠા જતા ચાણસ્માની હદમાં મફાકાકાની કિટલીએ ચા પીવારોકાયા કાકા ચંદ્રમોણાગામના વર્ષો પહેલાં મારાગામમાં ભગિયા તરિકે કાર્ય કરેલુ હું શંકામુખીની દીકરી એ કહ્યું તો રાજી થઈગયા પણ અમદાવાદથીઆવી છું એ સાંભળી ને કહ્યું , હાલ અમદાવાદવાળાથી છેટા હારા હોભળ્યુ હ તો કણ કોરોનાનાં કેસ ઘઈકહ
Tweet media one
17
31
523
@Mittal4Nomads
Mittal Patel
7 months
'ઈને જાકારો કેમ દેવાય' મારુ ત્રીજું પુસ્તક નવજીવને પ્રકાશિત કર્યું. લખવાની પ્રેરણા આપનાર સૌનો આભાર પુસ્તક મેળવવા 9099936013 પર સમ્પર્ક કરી શકાય. #mittalpatel #vssm
27
32
526
@Mittal4Nomads
Mittal Patel
3 years
છોટાઉદેપુરનું લુણજા 3બાળકોના પિતા ગુજરીગયા માએ બીજુ ઘરકર્યું કાકાકાકી પોતાના 2 બાળકોસાથે આ 3ને પણ સાચવે હમણાં કાકા ખાંસીતાવમાં ગુજરીગયા બાળકોનીજવાબદારી કાકી રીટાબેન પરઆવી અમે રાશનઆપ્યું,અમારી હોસ્ટેલ શરૃ થતાબાળકોને હોસ્ટેલમાં લઈ આવીશું રીટાબેન નાનોવ્યવસાય કરવાઈચ્છે તો સહાય કરીશું
Tweet media one
Tweet media two
47
58
519
@Mittal4Nomads
Mittal Patel
4 years
રોજના 50 રૃપિયા બચાવુંસું ઈમોંથી18,000ની હોનાનીબુટ્ટી,કોનની હેરો કરાઈ ઢહેડા ઘણા કર્યા.કોય દાડો હારા લૂગડાંય નહીંપેરયા ઈના બાપાન અટકઆયુ તે તાકડે તમે મદદ ના કરીહોત તો? તમારી લોણથી આ શાકનીદુકોન કરી હવ મારાબલ્લે કમઉ મન ગમ ઈમાંવાપરુ, હવ એકેય લુગડુફાટેલું નહીંપેરતી ડીસામાંરહેતા ઝેબરબેન
Tweet media one
21
26
517
@Mittal4Nomads
Mittal Patel
3 years
લાકડીનો ઉપયોગ ટેકા તરીકેય થાય હો... હા મે જરા ઊંઘી પકડી છે... બાકી ટેકો તો સીધી કે ઊંઘી બેયનો લઈ શકાય ને?
Tweet media one
10
19
518
@Mittal4Nomads
Mittal Patel
4 years
સમાજનું ઉત્તમ ઉદાહરણ.. દસ લાખની દુકાન વ્યાજવા પૈસાથી કાલાવાડમાં રેખાબેન ને તેમના પતિએ કરી,પતિ મૃત્યુ પામ્યા વ્યાજવાળાએ પાંચલાખ ભરો અથવા દુકાન આપી દોની ધમકીઆપી રાજકોટનો કાંગસિયાસમાજ વહારે આવ્યો લોન આપો ગેરંટી અમારી, દુકાન હશે તો એ નભશે,એ કહેવા સૌ ઓફીસ આવ્યા, લોન આપી,દુકાન બચી
Tweet media one
Tweet media two
Tweet media three
20
43
504
@Mittal4Nomads
Mittal Patel
4 years
આદરણીય રાષ્ટ્રપતિજીને મળીને કરેલા કામોની તેમજ સરકાર પાસે શું અપેક્ષા છે એની વાત કરવી એ ગૌરવની ઘટના દેશના સર્વોચ્ચસ્થાને બેઠેલા દેશના વડા વિચરતી જાતિઓની ચિંતા કરે એનાથી મોટું શું હોઈ શકે? ધન્યવાદ @rashtrapatibhvn ભારતીય તરીકે ગૌરવ અનુભવું છું.. ગુજ. સરકારનો આભાર @vijayrupanibjp
Tweet media one
49
47
506
@Mittal4Nomads
Mittal Patel
3 years
દિવાળીની સૌને ઘણી શુભકામના...
Tweet media one
37
19
507
@Mittal4Nomads
Mittal Patel
2 years
5000 રૃપિયાનું મહિને 1000 વ્યાજ સાણંદનો રવી આ ભરે ફળોનો વેપારી રવી રોજના 600-700 કમાતો પણ આ 5000ની જેમ એના ભાઈએ 65000 વ્યાજવા લીધેલા તે એનુંયે વ્યાજ. વ્યાજખોરોના ત્રાસથી એણે સાણંદ છોડ્યું હાલ ફેક્ટરીમાં કામે જાય. તેની પત્ની શાકભાજી વેચી શકે માટે લારી આપી જેથી ઝટ દેવા મુક્ત થઈ શકે
Tweet media one
10
37
499
@Mittal4Nomads
Mittal Patel
4 years
કરશનકાકા ને એમની વસાહતના સૌ સાવરણીનો ધંધો વ્યાજવા પૈસા લાવી કરે અમે સૌને દસ દસ હજારની લોન સામટો સામાન લાવવા આપી નફો વધ્યો બીજી 30000ની લોન માંગી અમે આપી. પછી તો ગાડી નીકળી પડી એક દિવસ આવીને સીધા બે લાખ માંગ્યા હાવરણી વેચવા હાટુ છકડો લેવા અને લીધો પણ ખરો હવે તમન્ના પાકા ઘરની..
Tweet media one
Tweet media two
24
44
500
@Mittal4Nomads
Mittal Patel
4 years
દસ વર્ષથી રહેવા પ્લોટ આપોનીમાંગણી જેમણે ગણતરીનાદિવસોમાં પૂરી કરી.એવા અત્યંત સંવેદનશીલ અને જેમના માટે મને ખૂબ માન છે તેવા @CollectorSRN ને Fame India – Asia Post Popular Collectors Survey2020 દ્વારા સુ.નગરમાં રચનાત્મક કાર્યો કરવા માટે નવાજવામાં આવ્યા અભીનંદ સાથે પ્રગતીની શુભેચ્છા
Tweet media one
13
17
500
@Mittal4Nomads
Mittal Patel
2 years
એક ઘરમાં ચાર માનસિકવિકલાંગ દીકરીઓ. રહેવા ઘર નહિ.પિતા મજૂરી કરે ને સૌનું પૂરું કરવા કોશીશ કરે જો કે બનાસકાંઠાના વાવના વાસરડાગામમાં એવી બારેમાસ મજૂરી પણ ના મળે હ્ર્દય હચમચી જાય એવી સ્થિતિ અમે દરમહિને રાશન આપવાનું કરીશું,ઘર પણ બનાવી આપીશું પણ કુદરતઆવી તકલીફ કોઈને ન આપેએવી પ્રાર્થના
24
120
495
@Mittal4Nomads
Mittal Patel
4 years
હું થોડું ભણેલો. પણ એમ કાંઈ નોકરી થોડી જડે? મા બાપ ભેરો મજૂરીએ જતો પણ એ કરે એવી કાળીમજૂરી મારાથી ન થાય શું કરુની મૂંઝવણ હતી, મોબાઈલ રીપેરીંગ,એની એસેસરીઝની દુકાન નાખવાનો વિચાર થ્યો પણ પાહે પૈસા નહીં પણ તમે 30,000 દીધા તે આ દુકાન થઈ મોરબીના ટંકારાના છત્તરનો જનક સ્વપ્ન મોટી દુકાનનું
Tweet media one
18
38
494
@Mittal4Nomads
Mittal Patel
1 year
દુખણાં.. #mittalpatel #vssm
11
36
494
@Mittal4Nomads
Mittal Patel
2 years
પરોણાગત.. મહેમાનગતિ.. ચા કપ રકાબીમાં પીવાય પણ ક્યાંક કપ એ આપણી પરંપરા ન હોવાનું લાગે.. ત્યારે બનાસકાંઠામાં આમ વાટકામાં ચા પીવાની પરંપરા.. મજા પડે આમ વાટકામાં ચા પીવાની..
Tweet media one
20
16
480
@Mittal4Nomads
Mittal Patel
4 years
મારા બેય છોકરા એકદમ હાજાનરવા હતા પણ કુણ જોણ કુની નજરલાગી તે ધીમેધીમે શરીર ખોટું પડવામોડયુ.હવ તો હાથમોં ઉપાડીન ફેરબ્બા પડ.અમારીઉંમર થઈ કોમ નહીંથતું પણ ચારજાણ ન ખાવાનું? આવી રાવ નાખનાર બનાસકાંઠાના ભીલડીના પારૂલબેનને દર મહિનેરાશન આપવાનુંકર્યું હવે થોડીરાહત છે ⁦ @CollectorBK
Tweet media one
24
33
478
@Mittal4Nomads
Mittal Patel
3 years
કરશનકાકા અમદાવાદના ઓઢવમાં રહે સાવરણી બનાવી માથે ભારો બાંધી વેચવા જાય. અમે ધંધો વધારવા વગર વ્યાજે લોન આપી. ધંધો વધ્યો પછી મોપેડ માટે લોન માંગી જેથી વધુ સાવરણી વેચી શકાય. એ લોન પતી પછી લોડિંગ રીક્ષા માટે લોન માંગી ને એ પુરી પણ કરી. કાકાની જેમ સ્વપ્ન જોનાર સૌને લાભપાંચમની શુભેચ્છા..
Tweet media one
13
38
472
@Mittal4Nomads
Mittal Patel
3 years
ગુજરાત ગૌરવ રત્ન સન્માન... સન્માન એક વ્યક્તિનું થાય પણ એની પાછળ પુરુષાર્થ કેટલાય વ્યક્તિઓનો.. સેવાકાર્યોમાં મદદ કરનાર પ્રિયજનો, મારી ટિમ સૌનો આભાર ને ખાસ આ સન્માન આપનાર AIANA અને KPF નો આભાર.. પ્રણામ
Tweet media one
67
35
483
@Mittal4Nomads
Mittal Patel
1 month
ફૂલવાદીના લગ્ન.. લાડીનું મોઢું કોઈ ન જોઈ શકે.. છીકણી રંગના પાતળા કપડાથી એ ઢાંકેલું.. પણ લગ્નનો ખર્ચ માત્ર પાંચ હજાર. જાન જમીને કન્યાના માંડવે આવે.. માં બાપ ખાલી લાડા ને અને અણવરને જમાડે એ પણ ખીચડી શાક☺️ મજાના પરિવારો.. દેખા દેખીમાં બહુ પડ્યા નથી એ સારું છે.. #vssm #mittalpatel
Tweet media one
6
38
488
@Mittal4Nomads
Mittal Patel
3 years
રાધનપુરમાં કટલરીની દુકાન મીતુબહેન ચલાવે કોરોનામાં બચત ખાલી થઈ ગઈ એટલે દુકાનમાં ઝાઝો સામાન ભરાવી ન શકે સામાન વગર દુકાન ધમધોકાર ન ચાલે અમે ફરીદુકાન ધમધમતી થાય તે માટે 30000 વગરવ્યાજવા લોન પેટેઆપ્યા મહિનામાં જ એ લોનના બે હપ્તાસામટા આપી ગયા હવે સુખ છે બેન.એવું એમને મળી ત્યારે કહ્યું
Tweet media one
43
34
478
@Mittal4Nomads
Mittal Patel
1 year
જનભૂમિ પ્રવાસી...
Tweet media one
25
40
475
@Mittal4Nomads
Mittal Patel
3 years
નિરાંતની પળો .. બાએ પાછું સરસ ભાવતું જમાડ્યું પણ ખરું ..
Tweet media one
10
15
480
@Mittal4Nomads
Mittal Patel
1 year
સ્મશાનમાં સન્માન!!!!
8
28
469
@Mittal4Nomads
Mittal Patel
2 years
આ ફોટો જોઈ સ્વદેશ ફિલ્મનો એક સીન યાદ આવ્યો. જેમાં બલ્બ સામે બા વીજળીની રાહ જોઈને બેસે છે ને લાઈટ આવે છે. આ બા ખેડાના માતર આંત્રોલીમાં રહે. ઘરમાં અજવાળું થાય એવી આશા હતી પણ આ ઉંમરે પહોંચ્યા ત્યાં સુધી લાઈટ ન મળી ⁦ @collectorkheda ⁩ શ્રીની લાગણીથી લાઈટ મળી આભાર ⁦ @CMOGuj
Tweet media one
16
38
461
@Mittal4Nomads
Mittal Patel
3 years
3000 વૃક્ષ વાવે વર્ષ પણ નથી થયું ને એમાના મોટાભાગના બે માથોડાં વધી ગયા. વાવેલામાંથી 2850 ઉછરી રહ્યા છે. ઘટાદાર જંગલ જ જોઈ લ્યો એવું બનાસકાંઠાના મખાણુમાં ગામ સાથે મળીને અમે કર્યું. વૃક્ષ વાવવા માત્ર નહિ એને ઉછેરવા એ સિદ્ધ કર્યું. અન્યો માટે પ્રેરણારૂપ મખાણુ @CollectorBK @CMOGuj
29
56
456
@Mittal4Nomads
Mittal Patel
3 years
અમે ગેળામાં 3000 વૃક્ષો વાવ્યા અને વૃક્ષમિત્ર કરશનભગતે સરસ ઉછેર્યા...
Tweet media one
18
19
455
@Mittal4Nomads
Mittal Patel
3 years
શારદાબેન સુરેન્દ્રનગરમાં રહે કટલરી વેચી એમાંથી મળતી રકમમાંથી ઘર ચાલે ને થોડી બચત થાય જેનાથી ધંધામાં સામાન ઉમેરે પણ કોરોનામાં બચત ખતમ થઈ ગઈ.સામાન થોડોક બચ્યો પણ એનાથી કાંઈ ધંધો ન થાય. ના છૂટકે મજૂરીએ વળગ્યા અમને ખ્યાલઆવ્યો YVOની મદદથી અમે કટીલરીનો સામાન લઈ આપ્યો એ ધંધો કરતા થઈ ગયા
Tweet media one
18
51
450
@Mittal4Nomads
Mittal Patel
3 years
કાકા સંતાનો નથી તો કોણ સાચવે? આ ડોશી ગામમાં જાય ને માંગી લાવે બાકી સરકારી રાશન ને પેન્શન મળે એનો ટેકો રે પણ સોનીમા બીમાર પડે ત્યારે ત્યારે શું પડ્યા રહેવાનું કાંકરેજના રતનપુરામાં ધુળાકાકા ને સોનીમા રહે.અમે આ મહિનાથી એમને રાશન આપીશું આવા 195 માવતરોને દર મહિને રાશન આપવાનું અમે કરીએ
Tweet media one
23
40
448
@Mittal4Nomads
Mittal Patel
2 years
સીતાબહેન ચોટીલામાં રહે અમારી પાસે સળંગ 4 વાર એમણે લોન લીધેલી.એ ચોટીલા આવવા કહ્યા કરે તે ખાસ ગયા ને જે જોયું એ રાજી થવા જેવું એ પહેલાં ગામોમાં ફરીને સામાન વેચતા હવે મહિને 10000ભાડાની દુકાન લીધી 12.50લાખનું મકાન બેંકમાંથી લોન લઈ લીધું પણ હપ્તા ભરાય છે એ કહે તમે મને વ્યાજ મુક્ત કરી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
16
454
@Mittal4Nomads
Mittal Patel
5 months
Kiara નાની આમ તો ગર્ભમાં હતી ત્યારથી મારી સાથે પ્રવાસ કરે, મિટિંગ પણ એટેન્ડ કરે.. હવે 12 વર્ષની થઇ આજે પણ બેઠકોમાં સાથે આવે.. અમારી વાતો સાંભળે વચમાં ચિત્રો દોરે, થોડીવાર વિડીયો જુએ ને એ બધાની વચમાં આમ ગોદીમાં આવી જવાનું ને મસ્તી કરવાનું પણ ચાલે.. વ્હાલુડી મારી મીઠુંડી🌺🥰🥰…
Tweet media one
9
10
456
@Mittal4Nomads
Mittal Patel
1 year
નર્સીગ કરવું હતું પણ ખુશી જે સમાજમાંથી આવે ત્યાં દિકરીઓ વહેલી પરણી જાય. ખુશીએ માતાપિતા સાથે થોડો મીઠો ઝઘડો કર્યો અને નર્સીગ ભણવા બાયડ પહોંચી ગઈ. 7થી થી 12 ધો. સુધી અમારી હોસ્ટેલમાં ભણી હવે અમે એને નર્સીગ ભણાવીએ. પિતાની સ્થિતિ એવી નથી કે એ ખુશીને ભણાવી શકે આવી ખુશી સાથેમીઠી વાતો
10
30
450
@Mittal4Nomads
Mittal Patel
3 years
'તારો ધર્મ મારે નથી જાણવો. તારા વિચારો મારે નથી જાણવા. હું માત્ર તારું દુઃખ શું છે તે જાણવા માંગુ છું અને એ દુઃખ દૂર કરવા તને મદદ કરવા ચાહુ છું' લુઈ પાશ્ચરની તસવીર નીચે લખાયેલું વાક્ય જેનાથી વિનોબા ભાવે પ્રભાવીત થયા.. મને લાગે છે આ વાક્ય કોઈને પણ પ્રભાવીત કરવા માટે પુરતુ છે..
9
53
442
@Mittal4Nomads
Mittal Patel
4 years
બનાસકાઠામાં ચાલતા જળસંચયના કામો થકી 115 થી વધુ તળાવો ઊડા કરવામા આવ્યા છે. ચોમાસા દરમ્યાન તળાવમાં વધુ પાણીની આવક થશે. આ પાણી ખેડુત જરુરીયાતના સમયમાં ઉપયોગ કરી શકશે. આસપાસ રહેલી જીવસુર્ષ્ટી માટે ઉપયોગી થશે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
42
444
@Mittal4Nomads
Mittal Patel
3 years
ચતુર રાજકોટના ત્રંબામાં રહે. પ્લાસ્ટીકની ખુરશી વેચવાનું એ કરે પરિવારમાં નાનો પણ દિલદાર બહુ. બધાને મદદ કરવાની ભાવનામાં માથે દેવું ચડ્યું. ધંધો ઠપ્પા થયો. પણ ચક્રવૃદ્ધી વ્યાજ તો ભરવાનું અમારા ધ્યાને વિગત આવી ચતુરને ધંધો કરવા વગર વ્યાજે લોન આપી સાથે આયોજન શીખવ્યું હવે એ દેવામુક્ત..
Tweet media one
27
30
439
@Mittal4Nomads
Mittal Patel
1 year
જળ બનાવી શકાતુ નથી માટે એને બચાવવું પડે. ને જળને બચાવવાના ઠામણા પણ સાબદા રાખવા પડે. ગામોના તળાવ ખોદાય પછી દર વર્ષે ચોમાસા પછી પાણી સુકાય એટલે કાંપ કાઢવાનું કરી લેવામાં આવે તો તળાવ ખોદવા મોટા ખર્ચા ન કરવા પડે. પણ આ સમજણનો મુદ્દો. અમારુ જળસંચય અભીયાન અત્યાર સુધી 250 તળાવો કર્યા
18
47
437
@Mittal4Nomads
Mittal Patel
2 years
કારગીલથી લેહ જતા આર્યનવેલી આવે જ્યાં પોતાને મૂળ આર્યન તરીકે ઓળખાવતા આર્યન વસે. 5000 ની વસ્તી હવે આ લોકોની બચી છે અને 4 ગામોમાં જ એ લોકો છે. એમની સઁસ્કૃતિ બચાવવાની એમને ચિંતા. એમનું નૃત્ય પણ મજાનું. એમની સ્થિતિ સઁસ્કૃતિ બચે એ જરૂરી. સિંધુ નદીના પૂજકો. મજાના લોકો મળવા જેવા..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
28
437
@Mittal4Nomads
Mittal Patel
2 years
મોરી દાદા,લીમડીમાં રહે હું મારા કાર્યાલયમાંથીબહાર નીકળતીહતી ને એ સામે મળ્યા મને ઊભી રાખી ને ખીસ્સામાંથી 200 રૂ. કાઢી મારી નજર ઉતારી. ફુલછાબની મારી કોલમ નિયમીત વાંચે.તે 1 લાખનું ડોનેશન એમના સગા મારફત મને પહોંચાડવા આપ્યું. પણ પૈસા મને ન પહોંચતા એ જાતે આવ્યા.પણ વાત નજર ઉતારવાની ગમી.
Tweet media one
4
22
444
@Mittal4Nomads
Mittal Patel
10 months
દેશભક્તિ બે રાષ્ટ્ર પર્વ વખતે જ આપણામાંથી બહાર આવે? રોડ પર થૂંકતા, ટ્રાફીક સીગ્નલ તોડતા, જાહેરમાં ગાળો બોલતા, જાતપાત અને ધર્મના નામે લડતા, લાંચ લેતા આપણને તીરંગો યાદ આવે? નાગરિક તરીકે મળતા હકો આપણને બધા યાદ છે પણ ફરજ યાદ છે? સાચી રીતે તીરંગાને સન્માનવા સાચા નાગરિક બનવું જરૂરી.
15
61
433
@Mittal4Nomads
Mittal Patel
3 years
આપણું અસ્તિત્વ તત્વ કેટલું નાનું .. વિશાળતા પાસે જઇયે ત્યારે વધુ ખ્યાલ...
Tweet media one
10
23
429
@Mittal4Nomads
Mittal Patel
2 years
અમારી હોસ્ટેલમાં રહી ને ભણેલી પૂનમ ચોકલેટ લઈને વધામણી વહેંચવા આવી.. એને 14000 ની નોકરી મળી. એક વખતે પિતા એ હોસ્ટેલમાંથી દીકરીઓને પરત લઇ આવવાનું પૂનમની માં ને કહેલું ને દીકરીઓ ન આવે તો દારૂ નહિ છોડેનું કહેલું.. આજે એ બાપ પૂનમ પર ગર્વ કરે.. આવા 450 બાળકો અમારી હોસ્ટેલમાં ભણે..
19
36
432
@Mittal4Nomads
Mittal Patel
3 years
આર્યન દેવીપૂજક પિતાનું સમણું આર્યન ડોક્ટર બને તેવું. પણ ટકાવારી થોડી ઓછી પડી.સેલ્ફ ફાઈનાન્સ મેડીકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. પિતાને ફીભરી શકવાનો ભરોષો કારણ ધંધો ચાલતો પણ અચાનક ધંધામાં મંદી આવી બે સેમીસ્ટરની ફી ભરેલી,પછી તકલીફ પડી અમને ખબર પડી.અમે લોન આપી.હાલ આર્યન ત્રીજા વર્ષમાં ભણે
Tweet media one
24
35
424
@Mittal4Nomads
Mittal Patel
4 years
કામ હવે નથ થાતું પણ હું કરુ પેટ તો ટેમ થાય એટલે ભાડુ માગીને ઊભુ રે.. તો કામ શું કરો? મુ કાગરિયા વીણું ને ડોહી ભીખ માંગે સાંભળીને જીવ બળી ગ્યો રાજકોટમાં રહેતા નિરાધાર મેધાબાપા ને જમના માને અમે દર મહિને ખાઈ શકાય એટલું અનાજ પહોંચાડવાનું વચન આપ્યું આવા માવતરોની ચિંતા કરવાની આપણી ફરજ
Tweet media one
22
43
420
@Mittal4Nomads
Mittal Patel
3 years
બનાસકાંઠાના કટાવમાં મીઠા પાણીના તળ 1100 ફૂટથી ઊંડા ગયા વર્ષે અમે કટાવનું તળાવ ગાળેલું વરસાદી પાણીથી એ ભરાયું હું ગઈ કાલે ત્યાં ગઈ એ વખતે ગામના સરપંચ મહેશભાઈએ કહ્યું, તળાવમાં પાણી ભરાવવાથી તળાવ આસપાસના ખેડૂતો 100 ફૂટના બોર કરી પાણી મેળવતા થયા @CMOGuj @CollectorBK @JalShaktiAbhyan
20
44
423
@Mittal4Nomads
Mittal Patel
3 years
અમદાવાદની ફૂટપાથ રહેતા સુરેશભાઈએ દારૃપીને પોતાનું લીવર બગાડી નાખ્યું લીવરમાં રસી ને ગાંઠો થયેલી. હાલત એકદમ ખરાબ. સોલા સિવિલમાં દાખલ કર્યા પણ પાસે મા કાર્ડ નહીં એટલે સાવ મફતમાં સારવાર ન થાય પાછુ પાસે પૈસા નહીં.એમને હતું હું નહીં બચુ. અમે મદદ કરી હવે હેમખેમ આભાર માનવા એ ઓફીસ આવ્યા
Tweet media one
36
30
419
@Mittal4Nomads
Mittal Patel
3 years
કમાલ કરે છે એક ડોશી હજુ ડોશાને વહાલ કરે છે સુરેશદલાલાની કવિતા જેવું દૃશ્ય શિયાગામમાં જોયુ લાલાકાકા આંખે અંધ,લસુ મા એમને લાકડીના સહારે દોરી જાય બેઉની સંભાળ રાખે એવું પાછળ કોઈનહીં ભીખ માંગીને ગુજારો કરે ભીખ માંગવી ન પડે તે માટે અમે દર મહિને રાશન આપીયે હવે હખ છે @CMOGuj @CollectorBK
Tweet media one
Tweet media two
Tweet media three
23
41
415
@Mittal4Nomads
Mittal Patel
4 years
આપણે વાવીએ એ બરાબર ઊગી નીકળે એનો આનંદ અનેરો. બનાસકાંઠાના આસોદરના તળાવો 2017માં ઊંડા કરેલા. આ વર્ષે એમાંનું જ એક તળાવ પાછુ ઊંડુ ��ર્યું. પણ એ વખતે જે ખોદાવ્યા એમાંથી એક ભરાયેલું એની તસવીર.. આ વર્ષે 25 તળાવો ખોદાવ્યા. બસ રાહ મેઘરાજાના મહેરની.. મેઘા તારા મૂલ્યને માનવજાત સમજે બસ...
Tweet media one
21
36
422
@Mittal4Nomads
Mittal Patel
2 years
મહામૂલી આઝાદીની અને સ્વતંત્રતાના આ પાવન પર્વની સૌને ઘણી ઘણી શુભેચ્છા.. #IndependenceDay #mittalpatel
Tweet media one
10
24
426
@Mittal4Nomads
Mittal Patel
3 years
ગંગારામ બહુજબરો એના પિતા એને આમ હાથમાં લઈનેફરતા ઘર મંજૂર થયું પણ સરકારમાંથી હપ્તા ન મળ્યા તે છેક ગાંધીનગર પહોંચ્યો ને એ પછી પૈસામળ્યા આ દુનિયામાંથી વિદાયલેતી વેળા એના પપ્પાને કહેતોગયો બેનને બેેંકનીચોપડી બતાવજોવીમો છે તે એ પૈસાઅપાવશે ને હંમેશા બેનનીસાથે રહેજો મરતીવેળાય પિતાનીચિંતા
Tweet media one
30
40
414