
Raj Goswami
@RajGoswami
Followers
3K
Following
24K
Media
3K
Statuses
12K
journalist and writer
vadodara
Joined November 2009
સિદ્ધાંત અને તૃપ્તિએ પ્રભાવશાળી અભિનય કર્યો છે, વિશેષ કરીને સિદ્ધાંત. તેનું એક ડરપોક, લઘુતાગ્રંથીવાળા દલિત યુવાનમાંથી એક આત્મવિશ્વાસી, આક્રમક અને અન્યાયને નહીં સાંખી લેનારા યુવાનમાં પરિવર્તન જોવા જેવું છે. ધડક-2ની ધડકન એકવાર સાંભળવા જેવી છે. Name: Dhadak 2 OTT: Netflix
0
0
7
તેવા મુદ્દાઓને સંવેદનશીલ રીતે ઉજાગર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં લો કોલેજનું બેકગ્રાઉન્ડ સૂચક છે કારણ કે સામાજિક અસમાનતાને માત્ર કાનૂનના સહારે જ હરાવી શકાય તેમ છે. ફિલ્મનું એન્ડિંગ થોડું ડ્રામેટિક છે, પરંતુ સમગ્રતયા ફિલ્મની વિષય વસ્તુ અને તેની માવજત વિચારોત્તેજક છે. (8)
1
0
4
(જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ)ને "ધડક" નામથી હિન્દીમાં બનાવી હતી, જે ઓનર કિલિંગ પર હતી, અને ચાલી નહોતી, પણ સામજિક ફિલ્મો બનાવવાની જિદ્દમાં સાત વર્ષ પછી તેમણે "ધડક-2" બનાવી છે, જે તમિલ ફિલ્મ "પરિયેરુમ પેરુમલ"ની રીમેક છે. ફિલ્મમાં જાતપાત, ઊંચનીચ, આરક્ષણ, અંગ્રેજીના આવડતું હોય (7)
1
0
4
ફિલ્મમાં એક દલિત યુવાન નીલેશ આહિરવાલ (સિદ્ધાંત ચતુર્વેદી) અને બ્રાહ્મણ છોકરી નિધિ ભારદ્વાજ (તૃપ્તિ ડિમરી) વચ્ચે પ્રે�� છે, અને તેની આસપાસ શાઝિયાએ આંતરજાતીય અસમાનતાની કડવી વાસ્તવિકતાને વણી છે. વાર્તા વિશે વધુ લખતો નથી, પણ ૨૦૧૬માં ફિલ્મમેકર કરણ જોહરે મરાઠી ફિલ્મ "સૈરાટ" (6)
1
0
5
આ ફિલ્મ એવા સમયે રિલીઝ થઈ છે (હવે તે નેટફ્લિકસ પર ઉપલબ્ધ છે) જ્યારે દેશમાં દલિતો પર અત્યાચારમાં વધારો થયો છે. એક રીતે આ ફિલ્મ, દલિત ચેતનાને જાગૃત કરવાનું કામ કરે છે અને પૂરી ફિલ્મ દરમિયાન બાબાસાહેબ આંબેડકરનું જાતિ પ્રથા નાબૂદીનું દર્શન પ્રચ્છન્ન રીતે છવાયેલું રહે છે.(5)
1
0
5
અને તે કોઈપણ સંવેદનશીલ અને ઉદાર વ્યક્તિને "વાગે" તેવી છે. એ અર્થમાં, આ એક સાહસિક ફિલ્મ છે. ફિલ્મમાં, રોમાન્સની એ ચકાચોંધ પાછળ ભારતીય સમાજની સૌથી મોટી કમજોરી, જાતપાતને એટલી સશક્ત રીતે ઉજાગર કરી છે કે આ ફિલ્મ સામાજિક બદીઓ પર બનેલી અનેક ક્લાસિક ફિલ્મોમાં જરૂર સ્થાન મેળવશે. (4)
1
0
4
રીતે પ્રેરિત થાય તે રીતે પ્રસ્તુત કરવી એક મોટો પડકાર છે. શાઝિયા ઈકબાલ નામની પ્રોડક્શન ડિઝાઇનર, ફિલ્મ નિર્દેશક તરીકે મુખ્ય ધારાની તેની પહેલી જ ફિલ્મ "ધડક-2"માં મહદ અંશે સફળ થઈ છે. તેમાં તેણે રોમેન્ટિક પ્રેમનો સહારો લઈને ઊંચનીચની કડવી સામાજિક વાસ્તવિકતાઓને ઘણી નજીકથી બતાવી છે, (3)
1
0
5
આજની ફિલ્મ: "ધડક-2" એટલા માટે જોવા જેવી નથી કે તે એક સરસ રોમેન્ટિક ફિલ્મ છે, પણ એટલા માટે જોવા જેવી કે તે એક ગહેરી સામાજિક ફિલ્મ છે. ઊંચનીચ અને જાતપાત પર સારી હિન્દી ફિલ્મો બનતી નથી, કારણ કે તે "ગ્લેમરસ" વિષય નથી અને બીજું, તે વિષયમાં નિહિત નકારાત્મકતાને દર્શકો સકારાત્મક (2)
1
0
11
નકારાત્મક અને ફાલતુ વિચારો જીવનને વ્યર્થતા તરફ લઈ જાય છે. આપણે શું વિચારીએ છીએ તે અંતત: આપણી નિયતિ બને છે. આપણા અવરોધો બહાર નથી, આપણી અંદર હોય છે. બુદ્ધે પણ એવું જ કહ્યું હતું: તમે જે વિચારો છો, તે તમે બનો છો.
1
1
18
અને અંતે આપણું વ્યક્તિત્વ આપણી નિયતિ બને છે. આ આખી એક સીડી છે, જે આપણે ચઢતા હોઈએ છીએ.આપણે જે છીએ તે વિચારનું પરિણામ છીએ. વિચાર એક સશક્ત ક્રિયા છે. સકારાત્મક અને પ્રોડક્ટિવ વિચારો આપણને ઇચ્છિત જીવન સુધી લઈ જાય છે, (૪)
1
0
14
તે ચાઈનીઝ ચિંતક લાઓ ત્ઝુના એક વિધાનનું પ્રતિકાત્મક સ્વરૂપ છે. તેમાં લાઓ ત્ઝુ કહે છે કે એક મોટી ઘટના પાછળ અનેક નાની નાની ઘટનાઓ છુપાયેલી હોય છે.આપણો વિચાર શબ્દોને આકાર આપે છે. શબ્દો આપણા વર્તનને અમુક રીતે વાળે છે. આપણું વર્તન આદતોને જન્મ આપે છે. આદતોથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે,(૩)
1
0
13
મોર્નિંગ મ્યુસિંગ્સ: જીવનમાં બધું જ એકબીજા સાથે જોડાયેલું હોય છે, ભલે આપણને તે અલગ અને અસંબદ્ધ નજર આવે. આપણે અત્યારે અહીં સુધી પહોંચ્યા છીએ, અને ભવિષ્યમાં ક્યાંક પહોંચીશું, તે આપણા વ્યક્તિત્વની અનેક બાબતોનો સરવાળો છે. જેમ કે, આ સાથેનું ચિત્ર જુવો. (૨)
3
4
34
તાજ મૂકવામાં આવે. સફળતાની સાબિતી તમારા શરીર પર એ લડાઈના કારણે થયેલાં પાટાપિંડી છે. જીવનમાં પણ એવું હોય છે; અહીં યુદ્ધમાં જીતની કિંમત પાટાપિંડીમાં ચૂકવવી પડે છે. એટલા માટે સફળતાને કાંટાળો તાજ કહેવાય છે. ***
0
0
14
નથી આવતું. અસલી સફળતા ગ્લેમરસ નથી હોતી. એમાં કાળી મજૂરી હોય છે, શિસ્ત હોય છે, બલિદાન હોય છે, નિષ્ફળતા હોય છે, હતાશા અને નિરાશા હોય છે. દરેક સફળતાની એક અદ્રશ્ય કિંમત હોય છે. કલ્પના કરો કે તમે અનેક હથિયારો વચ્ચે એક યુદ્ધ લડીને આવ્યા છો. તેની સફળતા એ નથી કે તમારા માથે સોનાનો (૪)
1
0
14
કહેવામાં ના આવે ત્યાં સુધી, સળંગ ૧૬ કલાક સુધી કામ કરે છે. દરેક શોટ પહેલાં તેઓ ઓછામાં ઓછું ૧૦ વખત રિહર્સલ કરે છે." અમિતાભ જેવી શખ્સિયતને જોઈએ છીએ ત્યારે, આપણે ઉપર ઉપરના ગ્લેમર કે સફળતાથી અંજાઈ જઇએ છીએ, પરંતુ એ સિદ્ધિ પાછળ કામ પ્રત્યેની તેમની નિષ્ઠા અને સમર્પણ છે તે જલ્દી નજર (૩)
1
0
11
મોર્નિંગ મ્યુસિંગ્સ: લાંબા સમયથી અમિતાભ બચ્ચનના મેકઅપનું કામ કરતા દીપક સાવંતે એક ઈન્ટરવ્યુમાં તેમના બોસની કામ કરવાની શૈલી પર પ્રકાશ ફેંક્યો છે. સાવંત કહે છે, "તેઓ હંમેશાં કામ શરૂ થાય તેની ૩૦ મિનિટ પહેલાં આવી જાય છે. તેમની શિફ્ટ નક્કી નથી હોતી. જરૂર હોય તો તેઓ, તેમને જવાનું(૨)
2
1
28
શિશુ આજુબાજુના લોકો તાળીઓ પાડે કે હસે, તેનાથી અજાણ રહીને તેનો પ્રયાસ ચાલુ રાખે છે. જીવનમાં સફળ થવા માટે, બાળક જેવી સકારાત્મકતા, આશાવાદ, જિજ્ઞાસા, શીખવાની ધગશ અને ફરિયાદો કરવાની ભાવનાનો અભાવ અનિવાર્ય છે.
2
0
18
જે સમાજ શિશુને તેની નિષ્ફળતામાં પાનો ચઢાવે છે, તે જ સમાજ એક પુખ્ત વ્યક્તિને તેની નિષ્ફળતા માટે વ્યર્થતાનો અહેસાસ કરાવે છે. તેમ છતાં, ઘણા લોકો મોટી ઉંમરે પણ પડીને ઊભા થાય છે. કેમ? કારણ કે તેઓ શિશુની જેમ "બીજા શું કહે છે" તેનાથી અજાણ અથવા અજ્ઞાની હોય છે. (૪)
1
0
18
આજુબાજુમાં લોકો તેમના પર હસે છે તે વાતથી તેઓ અનભિજ્ઞ હોય છે. ભોંઠપ ન અનુભવવાનો જીવનનો આ સૌથી પહેલો પાઠ મોટા થયા પછી આપણે ભૂલી જઇએ છીએ. મોટા થયા પછી આપણને નિષ્ફળતાની શરમ આવે છે કારણ કે લોકો શું કહે છે તેનાથી આપણે સચેત થઈ જઈએ છીએ. બાળપણમાં એવું નહોતું.(૩)
1
0
16
મોર્નિંગ મ્યુસિંગ્સ: જીવનમાં સફળતા માટે બાળ સહજ નિર્દોષતા હોવી જરૂરી છે. કેમ? શિશુઓમાં જો ભોંઠપ કે શરમનો ભાવ હોય, તો તે ક્યારેય ચાલતાં કે બોલતાં શીખી ન શકે. કેટલીય વાર ગબડી પડીને કે ગોટાળા વાળીને તેઓ બે પગ પેટ ઉભાં રહેવાની અને સ્પષ્ટ રીતે બોલવાની સફળતા હાંસલ કરે છે.(૨)
1
1
40