@RajGoswami
Raj Goswami
13 days
આજની ફિલ્મ: "ધડક-2" એટલા માટે જોવા જેવી નથી કે તે એક સરસ રોમેન્ટિક ફિલ્મ છે, પણ એટલા માટે જોવા જેવી કે તે એક ગહેરી સામાજિક ફિલ્મ છે. ઊંચનીચ અને જાતપાત પર સારી હિન્દી ફિલ્મો બનતી નથી, કારણ કે તે "ગ્લેમરસ" વિષય નથી અને બીજું, તે વિષયમાં નિહિત નકારાત્મકતાને દર્શકો સકારાત્મક (2)
1
0
19

Replies

@RajGoswami
Raj Goswami
13 days
રીતે પ્રેરિત થાય તે રીતે પ્રસ્તુત કરવી એક મોટો પડકાર છે. શાઝિયા ઈકબાલ નામની પ્રોડક્શન ડિઝાઇનર, ફિલ્મ નિર્દેશક તરીકે મુખ્ય ધારાની તેની પહેલી જ ફિલ્મ "ધડક-2"માં મહદ અંશે સફળ થઈ છે. તેમાં તેણે રોમેન્ટિક પ્રેમનો સહારો લઈને ઊંચનીચની કડવી સામાજિક વાસ્તવિકતાઓને ઘણી નજીકથી બતાવી છે, (3)
1
0
8
@RajGoswami
Raj Goswami
13 days
અને તે કોઈપણ સંવેદનશીલ અને ઉદાર વ્યક્તિને "વાગે" તેવી છે. એ અર્થમાં, આ એક સાહસિક ફિલ્મ છે. ફિલ્મમાં, રોમાન્સની એ ચકાચોંધ પાછળ ભારતીય સમાજની સૌથી મોટી કમજોરી, જાતપાતને એટલી સશક્ત રીતે ઉજાગર કરી છે કે આ ફિલ્મ સામાજિક બદીઓ પર બનેલી અનેક ક્લાસિક ફિલ્મોમાં જરૂર સ્થાન મેળવશે. (4)
1
0
7
@RajGoswami
Raj Goswami
13 days
આ ફિલ્મ એવા સમયે રિલીઝ થઈ છે (હવે તે નેટફ્લિકસ પર ઉપલબ્ધ છે) જ્યારે દેશમાં દલિતો પર અત્યાચારમાં વધારો થયો છે. એક રીતે આ ફિલ્મ, દલિત ચેતનાને જાગૃત કરવાનું કામ કરે છે અને પૂરી ફિલ્મ દરમિયાન બાબાસાહેબ આંબેડકરનું જાતિ પ્રથા નાબૂદીનું દર્શન પ્રચ્છન્ન રીતે છવાયેલું રહે છે.(5)
1
0
9
@RajGoswami
Raj Goswami
13 days
ફિલ્મમાં એક દલિત યુવાન નીલેશ આહિરવાલ (સિદ્ધાંત ચતુર્વેદી) અને બ્રાહ્મણ છોકરી નિધિ ભારદ્વાજ (તૃપ્તિ ડિમરી) વચ્ચે પ્રેમ છે, અને તેની આસપાસ શાઝિયાએ આંતરજાતીય અસમાનતાની કડવી વાસ્તવિકતાને વણી છે. વાર્તા વિશે વધુ લખતો નથી, પણ ૨૦૧૬માં ફિલ્મમેકર કરણ જોહરે મરાઠી ફિલ્મ "સૈરાટ" (6)
1
0
9
@RajGoswami
Raj Goswami
13 days
(જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ)ને "ધડક" નામથી હિન્દીમાં બનાવી હતી, જે ઓનર કિલિંગ પર હતી, અને ચાલી નહોતી, પણ સામજિક ફિલ્મો બનાવવાની જિદ્દમાં સાત વર્ષ પછી તેમણે "ધડક-2" બનાવી છે, જે તમિલ ફિલ્મ "પરિયેરુમ પેરુમલ"ની રીમેક છે. ફિલ્મમાં જાતપાત, ઊંચનીચ, આરક્ષણ, અંગ્રેજીના આવડતું હોય (7)
1
0
7
@RajGoswami
Raj Goswami
13 days
તેવા મુદ્દાઓને સંવેદનશીલ રીતે ઉજાગર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં લો કોલેજનું બેકગ્રાઉન્ડ સૂચક છે કારણ કે સામાજિક અસમાનતાને માત્ર કાનૂનના સહારે જ હરાવી શકાય તેમ છે. ફિલ્મનું એન્ડિંગ થોડું ડ્રામેટિક છે, પરંતુ સમગ્રતયા ફિલ્મની વિષય વસ્તુ અને તેની માવજત વિચારોત્તેજક છે. (8)
1
0
8
@RajGoswami
Raj Goswami
13 days
સિદ્ધાંત અને તૃપ્તિએ પ્રભાવશાળી અભિનય કર્યો છે, વિશેષ કરીને સિદ્ધાંત. તેનું એક ડરપોક, લઘુતાગ્રંથીવાળા દલિત યુવાનમાંથી એક આત્મવિશ્વાસી, આક્રમક અને અન્યાયને નહીં સાંખી લેનારા યુવાનમાં પરિવર્તન જોવા જેવું છે. ધડક-2ની ધડકન એકવાર સાંભળવા જેવી છે. Name: Dhadak 2 OTT: Netflix
2
0
12