Kag Sahitya Profile Banner
Kag Sahitya Profile
Kag Sahitya

@KagSahitya

Followers
5,695
Following
0
Media
811
Statuses
1,145

In memoriam of Padmashri Dula Bhaya Kag (Kagbapu), a poet, author, singer & social worker (1903-1977). Tweets by @ishkag1

Kagdham
Joined September 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@KagSahitya
Kag Sahitya
1 year
दुला भाया काग की कहानी 🇮🇳 . #azadikaamritmahotsav #kagsahitya #dulabhayakag #kavikag #bhagatbapu #kagvani #kagbapu
0
25
166
@KagSahitya
Kag Sahitya
1 month
ભારતના સૌથી મોટા લોક ગાયન રિયાલિટી શો "ભારત કા અમૃત કલશ" માં કવિશ્રી કાગબાપુની અમર રચના - તારા આંગણીયા પુછીને... રજુઆત- શ્રી હેમલ પટેલ (દમન) #KagSahitya #KaviKag #DulaBhayaKag #Kagbapu @BKAK_2024 #bharatkaamritkalash
9
134
741
@KagSahitya
Kag Sahitya
10 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
2
43
640
@KagSahitya
Kag Sahitya
6 months
આ દુનિયાનો કોઈ એકાક્ષરી મંત્ર હોય તો ઈ મા છે... @AdityaGadhvi03 મોઢે બોલું મા, સાચેંય નાનપ સાંભરે; (ત્યારે) મોટપની મજા; મને કડવી લાગે “કાગડા”! –કવિ કાગ #KagSahitya #AdityaGadhvi
0
52
365
@KagSahitya
Kag Sahitya
7 months
હે કાગ ! સાવજનાં બચ્ચાંને હાથીનો શિકાર કરવાનું કોણ ભણાવે છે ? કોઈ નહિ. એ તો એમના કુળનો સ્વભાવ હોઈ. માના પેટમાંથી જ સાથે લઈને આવે છે. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
0
21
272
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
16
276
@KagSahitya
Kag Sahitya
7 months
આજની યુવા પેઢી અને કાગબાપુના સાહિત્ય વચ્ચેનો સેતુ એ ભીખુદાન ગઢવી. @AmitShah
0
26
262
@KagSahitya
Kag Sahitya
11 months
કાગ નો યુગ કાનજી ભુટા બારોટ નો અતિ દુર્લભ ડાયરો #kagsahitya #kanjibhutabarot #dulabhayakag #kagbapu #kavikag
2
25
252
@KagSahitya
Kag Sahitya
1 year
બુદ્ધિ છુપાવવી અને પોતાની ભૂલ કબૂલવી એ મહાપુરુષનાં લક્ષણ છે. સૌ કોઈ તારા કરતાં ડાહ્યા છે, ચતુર છે અને હોશિયાર છે, એમ મૂર્ખને પણ માનવા દેજે અને એ માન્યતાથી આગલા તને છેતરવા આવે તો, સમજી ગયા છતાં, તું એકલો છેતરાઈ, છેતરનારને રાજી થવા દેજે. અનેક રીતે માણસ માણસનું ખૂન કરી રહ્યો છેઃ
Tweet media one
3
19
251
@KagSahitya
Kag Sahitya
5 months
ખમીરવંત બે ખારવા, જનમ્યા ચારણ જાત; એક દુલો મજાદર દિપતો, બીજી મઢડે સોનલ માત🙏🏻 . #kagsahitya #dulabhayakag #sonalmaa #sonaldham #sonalkrupa #ugamnaordavali #bheliyavali #mataji
7
21
255
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ તુને સો સો સલામ🙏🏻 શ્રી પરષોત્તમ રૂપાલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી - ભારત સરકાર @PRupala #ParshottamRupala
2
45
254
@KagSahitya
Kag Sahitya
5 months
Tweet media one
2
20
244
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
2
16
242
@KagSahitya
Kag Sahitya
1 month
“મારી પ્રજાનું કલ્યાણ થાય” આજ હેતુથી અખંડ ભારત ના નિર્માણ માટે સૌ પહેલા પોતાનું રજવાડું અર્પિત કરનાર પ્રાત: વંદનીય પ્રજાવત્સલ નેકનામદાર મહારાજાસાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની જન્મજયંતિ નિમિતે કોટિ કોટિ વંદન... #Kagsahitya @YSJRSG
Tweet media one
4
42
238
@KagSahitya
Kag Sahitya
1 year
આવકારો મીઠો આપજે કાગવાણી ભાગ ૨ #kagsahitya
Tweet media one
1
17
239
@KagSahitya
Kag Sahitya
7 months
હે કાગ ! પાણીથી ભરેલ તાંબાનો અથવા કોઈ ધાતુનો હાંડો, ગાગર કે કોઈ વાસણ હોય, એને ટકોરો મારે છતાં એ અવાજ આપતું નથી, કારણ કે જે સંપૂર્ણ ભરેલ હોય, એ ફાવે તેમ બોલ્યા કરતું નથી, અથવા એને ક્રોધ ચડતો નથી. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
0
22
224
@KagSahitya
Kag Sahitya
1 year
હે કાગ ! ઉનાળામાં બળી બળીને કાળા થઈ ગયેલા ડુંગરાઓ અષાઢ મહિનાના વરસાદથી લીલાછમ બની ગયા. પણ જેનું ચિત્ત બળી ગયું છે એવાં માનવી કોઈ દિવસ લીલાં બનતાં નથી. –કવિ કાગ પોતાના અંતરજામીને (સોરઠા) કાગવાણી ભાગ ૨ #kagsahitya
Tweet media one
0
16
222
@KagSahitya
Kag Sahitya
4 months
પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગ ની ૪૭મી પુણયતિથી એ કોટી કોટી વંદન 🙏🏻 આ જાજરમાન જીવનનો તા. ૨૨ ફેબ્રુઆરીના ૧૯૭૭ના રોજ અંત આવ્યો એમ તો શી રીતે કહેવાય ? કવિઓ એમનાં કાવ્યો દ્વારા સદાય જીવંત હોય છે. બાપુના કાવ્યનાદ એટલા વિશાળ છે કે તેનાં નીર એમ ખૂટવાનાં નથી. #kagsahitya #dulabhayakag
Tweet media one
3
20
219
@KagSahitya
Kag Sahitya
7 months
દિવ્યભાસ્કર વિશેષ... લોકસાહિત્યના કબીરવડ પદ્મશ્રી કવિ દુલા કાગની ૧૨૦મી જન્મજયંતી (દિવ્યભાસ્કર ના તમામ એડીશન પર ફ્રન્ટ પેજમાં) #kagsahitya #divyabhaskar
Tweet media one
1
19
212
@KagSahitya
Kag Sahitya
8 months
માં મોગલ પ્રાગટ્ય દિવસની (આસો સુદ તેરસ) સર્વ મોગલ છોરૂ ને હાર્દિક શુભકામનાઓ🙏🏻 હે મા ! હું “કાગ” તો તારી દયાનો દીવો છું. ફક્ત એટલું માગું છું કે કોઈ અજાણના મારગમાં અજવાળું કરતો કરતો ઓલવાઈ જાઉં, ભલે બંધ થઈ જાઉં. –કવિ કાગ ભેળીઆળી કાગવાણી ભાગ ૭ #kagsahitya #MogalMaa
5
22
209
@KagSahitya
Kag Sahitya
8 months
હે કાગ ! જેના કુળ–કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
0
23
205
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
1
14
204
@KagSahitya
Kag Sahitya
1 year
હે કાગ ! પર્વતો ઘણા જ ઊંચા હોય છે. જેથી તેને વાદળાનું ઘણું પાણી મળે છે. છતાં એ ઊંચપણાના અભિમાની પર્વતો પર પાણી રહેતું નથી, જેથી તે પાણી ન ગ્રહણ કરી શકનાર પહાડો કોરાધાકોર રહે છે. અને પાણી તો નીચેના નમ્ર ભાગમાં રોકાય છે. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
0
10
199
@KagSahitya
Kag Sahitya
7 months
હે કાગ ! સૌ સૌની ઋતુએ, યોગ્ય વખતે આવે તો માન પામે છે. ઉત્તમ વસ્તુ પણ ન આવવાને વખતે આવે તો તેની અવગણના થાય છે; જેમ કે ચોમાસે વરસાદ આવે તો સૌ રાજી થાય છે, પણ શિયાળે એ જ વરસાદ આવે તો લોકો એને કાળા મુખવાળો કહીને ધિક્કાર આપે છે. –કવિ કાગ #kagsahitya #dulabhayakag #RajbhaGadhvi
1
28
196
@KagSahitya
Kag Sahitya
3 months
ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહિ આપી શકે. –કવિ કાગ #kagsahitya #moraribapu
1
27
183
@KagSahitya
Kag Sahitya
7 months
ચારણી સાહિત્ય અને લોક સાહિત્યનું પ્રાણતત્વ એટલે કવિ કાગ ! પોતાની એકોતેર પેઢી તારનાર,ચારણ કુળનું નામ ઉજ્જ્વળ કરનાર, માં ભોમ ગુર્જરી સાથે સમસ્ત ભારતના ભૂષણ એવા ભક્ત કવિશ્રી દુલા ભાયા કાગ (કાગબાપુ)ની 120મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ🙏🏻 #KagSahitya #dulabhayakag #kagbapu #KaviKag
Tweet media one
2
32
183
@KagSahitya
Kag Sahitya
23 days
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya #dulabhayakag #kagbapu #kavikag
Tweet media one
0
13
183
@KagSahitya
Kag Sahitya
2 months
બગલા વગેરે ઘણાં પંખીઓમાં બહારથી ઊજળાપણાનો દંભ હોય છે, પણ મનમાં ઘણો મેલ હોય છે. એના કરતાં પોતે જેવો છે તેવો દેખાતો કાળુડો સારો છે. –કવિ કાગ પોતાના અંતરજામીને (સોરઠા) કાગવાણી ભાગ ૨ #kagsahitya #dulabhayakag #kavikag #kagbapu
Tweet media one
1
22
183
@KagSahitya
Kag Sahitya
5 months
હે કાગ ! પ્રેમી સજ્જનો સાથે જેને દુશ્મનાવટ હોય છે અને કુટુંબમાં જે કુસંપનો અગ્નિ સળગાવે છે અને જે જગતમાં જ્યાં જુઓ ત્યાં વિખનું વાવેતર કરે છે, તેને કુમતિ આવી હોય છે. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya #dulabhayakag #kavikag #Kagbapu
Tweet media one
1
16
182
@KagSahitya
Kag Sahitya
1 year
હે કાગ ! વસંત ઋતુ બધાં ઝાડવાંઓને નવાં પાંદડાં આપવા માટે વનેવન ઘૂમ્યા કરે છે. બીજાં બધાં વૃક્ષોને પાંદડાં આવ્યાં, પણ એક કેરડાને પાંદડાં ન આવ્યાં, એમાં વસંત શું કરે ? –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
0
14
184
@KagSahitya
Kag Sahitya
7 months
ભાસ્કર વિશેષ... કવિ કાગબાપુની ૧૨૦મી જન્મયંતીએ તેમના પરાક્રમી, કવિ કુળના પૂર્વજો જાણીએ. “ધન્ય છે, કુળ શણગાર કવિ કાગબાપુને” #KagSahitya #divyabhaskar
Tweet media one
0
19
173
@KagSahitya
Kag Sahitya
9 months
બે ચપટી પૌંઆમાં ભગવાને પોતાની અકળ શક્તિથી સુદામાને મહા વૈભવ અર્પણ કરી દીધો. પણ સુદામાને એ વાતની જાણ ન થઈ. થોડા દિવસ રોકાઈ સુદામા ચાલ્યા. પણ છેવટ સુધી મોઢેથી માગણી ન કરી તે ન કરી. એની એ ધા૨ણાને, ધી૨જને અને સ્વાભિમાનવૃત્તિને કરોડો ધન્યવાદ ! –કવિ કાગ સુદામો કાગવાણી ભાગ ૩
3
22
173
@KagSahitya
Kag Sahitya
9 months
હે કાગ ! સંસાર સ્વાર્થમય છે. આંબાને લોકો જતન (મહેનત) કરીને વાવે છે ને પછી એનું રખવાળું કરે છે, રક્ષણ કરે છે; પણ એ આંબાને કેરી આવતી બંધ થાય કે તુરત જ સર૫ણ માટે કાપી નાખે છે. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
0
16
168
@KagSahitya
Kag Sahitya
2 years
ભક્તકવિશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગની ૧૧૯મી જન્મજયંતી નિમિત્તે શત શત વંદન 🙏🏻 #kagsahitya
Tweet media one
0
24
168
@KagSahitya
Kag Sahitya
1 year
હે કાગ! મહારાજ દશરથના દુઃખની શ્રીરામને ખાતરી થઈ કે માતા કૈકેયીએ પિતાને વચનને દોરડે બાંધી લીધા છે અને મારા પર સ્નેહને લીધે પિતા મને વનવાસ આપી શકતા નથી.પણ પિતાનું વચન જાય તો રઘુકુળનું પુણ્ય પરવારી જાય.એ વિચાર કરી અયોધ્યાનું છત્ર તણખલાની જેમ છોડી,શ્રીરામ વનમાં ચાલી નીકળ્યા. –કવિ કાગ
Tweet media one
0
15
169
@KagSahitya
Kag Sahitya
1 year
હે કાગ ! અંતઃકરણમાં ઘાત (કપટ) હોય, અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત્ આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
2
16
168
@KagSahitya
Kag Sahitya
5 months
(1/2) ભગવાન રામને ભક્ત આમંત્રણ આપે છે કે- હે નાથ ! મારા હ્રદયમાં પધારો. એકલા નહિ હો, શક્તિ માતા સીતા અને સેવક હનુમાનજી સાથે પધારો. આપના પધારવાની વાટ છે એટલે મેં ખૂબ તૈયારી કરી રાખી છે. મારા અંતઃકરણમાં પાપરૂપી જે જાળાં હતાં તે સાફ કરી નાંખ્યાં છે...
Tweet media one
2
13
167
@KagSahitya
Kag Sahitya
1 year
હે મા ! જૂના ભૂતકાળના બધા વહેમને તેં બાળીને ભસ્મ કરી દીધા અને ‘જેવું વાવે તેવું લણે’ એ કર્મનો પંથ બતાવ્યો છે. હે મા ! તારા ઉપદેશની જે આણ છે (રેખા, લીટો) તે ભગવાન રામની રેખા છે. જે કોઇ તારી આણને ઓળંગશે એની સીતા (બુદ્ધિરૂપી) નું હરણ થાશે. એટલે તારી આજ્ઞા એ તો રામની પર્ણકુટિ છે.
Tweet media one
2
13
165
@KagSahitya
Kag Sahitya
1 month
આ સંસારમાં ભજન કરતાં કરતાં ભગવાન પણ મળે છે, મોટાં મોટાં તપ તપતાં શંકર પણ મળી જાય છે, બીજા દેવતા માત્ર પણ જુદા જુદા ઉપાયથી કદાચ મળે છે. પણ કોઈ સાધનથી, કોઈ તપથી, કોઈ બળથી અને ઘણાં ભજનથી પણ સંસારમાંથી ગયેલી જે મા એ કદી પાછી મળતી –કવિ કાગ #kagsahitya #mothersday2024
Tweet media one
1
26
167
@KagSahitya
Kag Sahitya
2 months
હે કાગ ! નળ,નીલ,અંગદ,પનસ,કેસરી,જાંબુવન,સુગ્રીવ વગેરે મહા શૂરવીરોએ શ્રીરામની સાથે રહી લંકાના રણમાં જીત અપાવી હતી,પણ આજે એ કોઈનું ક્યાંયે નિશાન નથી,અને એ સૌની પાછળ બેસવાવાળો જે હનુમાન,એનું ગામેગામ મંદિર છે.એનું કારણ એ કે શ્રીરામમાં એની નિષ્કામ ભક્તિ હતી. –કવિ કાગ #hanumanjanmotsav
Tweet media one
2
14
162
@KagSahitya
Kag Sahitya
8 months
હે કાગ ! ખરાબ બુદ્ધિવાળા હલકા માણસોને લાખો ગુણ કરશો તોપણ એક દિવસ એનું કામ નહિ થાય તો આખી જિંદગીના કરેલ ગુણોને તે ભૂલી જશે. –કવિ કાગ પોતાના અંતરજામીને (સોરઠા) કાગવાણી ભાગ ૨ #kagsahitya
Tweet media one
0
17
159
@KagSahitya
Kag Sahitya
1 year
હે કાગ ! ચાળણી લોટ, અનાજ વગેરેને ચાળે છે, અને તેનો ખરાબ ભાગ પોતાના હૈયામાં રાખી લે છે. પણ તેથી એ એટલી નીચી ઊતરી જાય છે કે, પછી ઘી જેવી ઉત્તમ વસ્તુ તેની અંદર નાખો, તો તે ગ્રહણ કરી શકતી નથી; કારણ કે ખરાબ ભાગ સંગ્રહ કરવાને એ ટેવાઈ ગઈ છે. –કવિ કાગ #kagsahitya
Tweet media one
0
6
158
@KagSahitya
Kag Sahitya
10 months
શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ🙏🏻 હે કાગ ! બધા દેવતાઓએ અમૃત મેળવવા મોટી મહેનત કરી અને કંઈક વાંધા પડ્યા, છતાં અમૃત માટે બધી મહેનત કરી અમૃત મેળવ્યું અને સંઘર્યું. પણ તેઓ ઝેર લેવા તૈયાર ન હતા. એ હળાહળને તો શંકરે જ અપનાવ્યું. –કવિ કાગ #shravanmaas #shiv #bholenath #mahadev #kagbapu
Tweet media one
2
11
160
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
11
156
@KagSahitya
Kag Sahitya
1 year
(1/2) શક્તિ ચાલીસામાં પ્રથમ ગિરનાર આવે છે, કે, હે મા ! તારાં બેસણાં (વાસ) ગિરનાર પર છે, એટલે સૌરાષ્ટ્રના ઊંચે શિખરે છે. અને ભૂતકાળને જોતી તારી આર્ષ દૃષ્ટથી તું આખી ધરતીને જોઇ રહી છે. ગિરનાર તો અમુક સમય તું બેસે છે પણ તારો કાયમી વાસ મઢડા ગામમાં ઉગમણા બારને ઓરડે છે.
Tweet media one
5
13
154
@KagSahitya
Kag Sahitya
7 months
જે સ્નેહીઓ કાંઈ ને કાંઈ વસ્તુઓ કાયમ માગ્યા જ કરે છે,એટલે કે જે બેશરમ છે,જેઓ ક્ષુદ્ર—હલકા હૃદયનાં છે,જે મોઢાના ઘણા ઉદાર હોય વર્તનના ઘણા લોભી હોય,દરરોજ જીભેથી ખોટેખોટું માથું આપતા હોય,એવા જે દુષ્ટ સ્નેહીઓ છે તે અગ્નિ જેવી આકરી પરીક્ષા થતી હોય ત્યારે કોઈ દિવસ કામ લાગતા નથી. –કવિ કાગ
Tweet media one
0
10
153
@KagSahitya
Kag Sahitya
4 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya #dulabhayakag #kagbapu #kavikag
Tweet media one
0
7
150
@KagSahitya
Kag Sahitya
8 months
"ઓહો..હો.... રામડો યાદ આવે"❤️🙏🏻 માનસ ભૂતનાથ રામકથામાં પૂજ્ય બાપુએ સ્વ. શ્રી રામભાઈ દુલાભાઈ કાગ ને યાદ કર્યા... #kagsahitya #moraribapu #rambhaikag #mahuva #chitrakutdhamtalgajarda #RamkathaManasBhoothnath
0
18
143
@KagSahitya
Kag Sahitya
9 months
કાગ તુને સો સો સલામ🙏🏻 #kagsahitya
Tweet media one
0
4
145
@KagSahitya
Kag Sahitya
8 months
(1/2) સીતાને છેતરવા માટે પ્રધાનની સલાહથી રાવણ રામનું રૂપ ધરે છે. અશોકવાટિકા તરફ ચાલવા માંડે છે. સીતાને પોતે જુએ છે. તુરત પાછો ફરે છે. રામનો વેશ ધર્યો, ત્યાં તેના વિચારો બદલાય છે. ભગવાન રામના જેવિચારો અને વર્તન તે રાવણના હૃદયમાં આવે છે. બાહિર-ભીતર લાખો અને કરોડો પા૫ના દેહસમૂહો એના
Tweet media one
1
14
144
@KagSahitya
Kag Sahitya
1 year
હે ફૂલરૂપી માનવીઓ ! આપણે સંસારની વેલ પર ખીલી ઊઠ્યા છીએ માટે સુવાસ આપીએ. આ વેલડી ઉપરથી કાં તો આપણે નીચે ખરી જશું અને કાં તો અત્તરિયાની કડાઈમાં તળાતા હશું. માટે ભલે બળી જઈએ, સળગી જઈએ, પણ જગતમાં આપણા ત્યાગની સુગંધ મૂકતા જઈએ ! –કવિ કાગ સ્વર: પરમ પૂજ્ય આઈશ્રી સોનલમા #kagsahitya
1
19
142
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
10
146
@KagSahitya
Kag Sahitya
1 year
ભગવાન કૃષ્ણ સવારમાં તોફાન કરે છે. છાશ ફેરવવાનો સમય થઈ ગયો છે. ગાયોની ધકબક લાગી રહી છે. વાછડાં કૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે. એવે સમયે દેવનારીઓ જુદાં જુદાં રૂપ લઈ છાશ માગવા નંદરાણીને આંગણે આવેલ છે. આ બધી ધમાલ વચ્ચે ભગવાન કૃષ્ણનું તોફાન વધી જાય છે. માતા યશોદા ખિજાઈને એક
Tweet media one
2
11
143
@KagSahitya
Kag Sahitya
5 months
આ ગીતનો ભાવાર્થ એવો છે કે—જેને જે વસ્તુ જોઈએ છે, તેને તે મળતી નથી અને જેને બિલકુલ જરૂર નથી, એની આગળ એ ચીજના ઢગલા થયા છે. કાયર માનવીઓએ તરવારો સંઘરી રાખી છે અને યુદ્ધે ચડનાર શૂરવીરોના હાથમાં લાંબી માળા આપી છે. આ બધી વસ્તુ પોતાનું યોગ્ય સ્થાન માગી રહી છે.
Tweet media one
1
8
144
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya #mahadev #bholenath
Tweet media one
0
7
139
@KagSahitya
Kag Sahitya
5 months
પ.પૂ. આઇશ્રી સોનલમાના જીવન પર આધારિત કવિ શ્રી દુલા ભાયા કાગ રચિત "શક્તિ ચાલીસા" આઈ શ્રી સોનલમાઁ જન્મ શતાબ્દી મહોત્સવ ની સર્વોને અઢળક શુભકામનાઓ.... જય સોનલ માઁ🙏🏻 #kagsahitya #sonalmaa #sonalbij
Tweet media one
4
13
138
@KagSahitya
Kag Sahitya
1 year
રામને કૌશલ્યા મા મળી, કૃષ્ણને દેવકી-જશોદા મા મળી, માટે જ આખું જગત એની માળા ફેરવે છે. એના એ જ ઈશ્વરે કાચબાનો તથા માછલાનો અવતાર ધારણ કર્યો, પણ એને કોઈ સંભારતું નથી; કારણ કે એને મા ન હતી. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
2
12
136
@KagSahitya
Kag Sahitya
6 months
0
8
137
@KagSahitya
Kag Sahitya
1 year
કાગબાપુ એટલે કાગબાપુ...🙏🏻🙏🏻 #kagsahitya #rajbhagadhvi #gir
0
25
134
@KagSahitya
Kag Sahitya
13 days
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya #dulabhayakag #kagbapu #kavikag
Tweet media one
0
12
135
@KagSahitya
Kag Sahitya
9 months
હે કાગ ! ગંગાપાર ઊતરી શ્રીરામે નાવિકને પૂછ્યું, ‘તમોને મહેનતાણું શું આપું ?’ ત્યારે નાવિક ભીલરાજા ગુહે કહ્યું, ‘હે રામ ! તમે સામી વળતર આપજો; કારણ કે સંસારસાગરના તમો ખારવા–નાવિક છો. જેથી અરસપરસ કોઈએ કાંઈ ન લેવું. અહીંયાં મેં તાર્યા, ત્યાં તમે તારજો.' –કવિ કાગ #kagsahitya
Tweet media one
1
6
131
@KagSahitya
Kag Sahitya
1 year
હવુમાન ને એક વસ્તુ સર્વોપરી લાગેલી અને તે ભગવાન રામની મૂર્તિ. પણ તે તો પોતાના હૃદયમાં જ સ્થાપી દીધેલી. રામ ભલે ગમે ત્યાં હોય ���ની એને પરવા ન હતી. એના હૃદયમાં,અંગમાં,નસેનસમાં અને રોમ રોમમાં રામ રમતા હતા. સમસ્ત ભારતમાં મુંબઈ-કલકત્તાથી માંડી મજાદર જેવડા ગામને પાદર પણ હનુમાન બેઠા છે.
Tweet media one
2
16
133
@KagSahitya
Kag Sahitya
8 months
ભગવાન શ્રીકૃષ્ણે પોતાની તથા કુટુંબની નિર્ભયતા માટે ગોકુળમથુરા છોડી દીધાં. અને એ ભાગ્યા હિંદુસ્તાનને આથમણે કાંઠે; અને ઠેઠ દરિયાકિનારે જઈને વસ્યા. ત્યાં પણ જરાસંધ રાજાનાં સૈન્ય એમને મારવા આવ્યાં હતાં. યાદવોની હસ્તી એ શ્રીકૃષ્ણ ભગવાનને લઈને જ હતી. છતાં સત્રાજિત યાદવનો મણિ ચોરાયો.
Tweet media one
1
8
132
@KagSahitya
Kag Sahitya
7 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya #dulabhayakag #kavikag #bhagatbapu #kagvani #kagbapuduha #kagbapu
Tweet media one
0
7
127
@KagSahitya
Kag Sahitya
1 year
આ છંદ રેખતા છે. એને ઝૂલણા રેખતા પણ કહેવાય છે. ગાનાર અને સાંભળનાર બન્ને એના તાલથી ડોલવા માંડે છે. પહેલા દશ રેખતામાં હિંદુસ્તાનની રાજરાણી અથવા ક્ષત્રિયાણીનું ચિત્ર છે. એના ધાવણમાં ગીતા ઝરતી હતી, એના હાલરડામાં રામાયણ ગુંજતું હતું. ભય જેવો શબ્દ એના શબ્દકોશમાં ન હતો.
Tweet media one
1
8
131
@KagSahitya
Kag Sahitya
2 years
(1/4) જગતનું કલ્યાણ કરવા અવતરેલા માનવીઓની અંતરવેદનાની આ એક છબી છે. એમના ઉપદેશો, આદેશો અને જીવનની–એમને પૂજનારા વર્ગમાં જ્યારે કશી અસર થતી નથી, ત્યારે એમનો આત્મા કકળે છે. આવા દાખલા ઇતિહાસને પાનેપાને લખાયા છે. ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈસુ અને એવા તો ઘણા છે કે જે
Tweet media one
3
7
127
@KagSahitya
Kag Sahitya
4 months
નીચ, મૂઢ અને કપટી માણસો તથા તોપ, છરી અને તલવાર એટલે હથિયાર, એ જેને હાથ પડે, તેનાં થઈ જાય છે. –કવિ કાગ પોતાના અંતરજામીને (સોરઠા) કાગવાણી ભાગ ૨ #kagsahitya #dulabhayakag #kavikag #kagbapu
Tweet media one
1
9
129
@KagSahitya
Kag Sahitya
6 months
હે મા ! તેં અમને તારા હાથ વડે આ પૃથ્વી પર ઝીલ્યા. તું પૃથ્વી પરના અમારા અસ્તિત્વનું કારણ બની. અને અમારું પોષણ પણ તેં એ જ તારા હાથો વડે કર્યું. તેમ હે મા! છેવટે તારા એ જ સમર્થ હાથો વડે મને તેડી લેજે અને તારા ખોળામાં સમાવી લેજે. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૭ #kagsahitya
Tweet media one
2
5
127
@KagSahitya
Kag Sahitya
10 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
12
128
@KagSahitya
Kag Sahitya
11 months
હે કાગ ! ગરુડનો વૈકુંઠમાં કાયમ વસવાટ છે, અને તેની સવારી વિષ્ણુ ભગવાન પોતે કરે છે, તે છતાં તેણે કદીયે સર્પનો આહાર ન છોડ્યો. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
1
9
126
@KagSahitya
Kag Sahitya
6 months
હે કાગ ! કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
0
11
124
@KagSahitya
Kag Sahitya
8 months
પાણી જ્યારે પાણી મટી જાય છે, ધૂળ જ્યારે ધૂળ મટી જાય છે,પાણી પાણીને છોડી ધૂળમાં મળે છે અને ધૂળ ધરતીને છોડીને પાણી સાથે મળી જાય છે, ત્યારે પાણીને કોઈ પાણી કહેતું નથી તથા ધૂળને કોઈ ધૂળ કહેતું નથી. સૌ તેને કાદવ અથવા કીચડ કે ગારો કહે છે. –કવિ કાગ દુહો દશમો વેદ કાગવાણી ૩ #kagsahitya
Tweet media one
0
9
125
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
9
126
@KagSahitya
Kag Sahitya
1 year
પૂજ્ય કાગબાપુ સાથે દ્રશ્યમાન થતા શ્રી રતુભાઈ અદાણી #kagsahitya #dulabhayakag #RatubhaiAdani #kagbapu #kavikag
Tweet media one
0
5
127
@KagSahitya
Kag Sahitya
5 months
(1/2) રામરાજ્યની ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે છે કે – સર્વ પ્રજાને સુખ અને જેમાંથી સુખ-શાંતિ ઉત્પન્ન થાય, તે સઘળાં સાધન સૌને સ્વતંત્ર હતાં. ઘરના રાજા, ઘરની પ્રજા, ઘરનું રાજ, ચારે વર્ણની વ્યવસ્થા અને મર્યાદા. એ બાંધેલા સમાજ અને રાજવ્યવસ્થાના હક્કો ભોગવવા સૌ સ્વતંત્ર અને
Tweet media one
1
9
126
@KagSahitya
Kag Sahitya
7 months
ઉગતાં સૂરજનું પહેલું કિરણ કલ્પવૃક્ષ બની તમને કલ્યાણકારી...ઋદ્ધિ, વૃદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિને અભ્યુદય અર્પે એ જ શુભાભિલાષા સહ... “નૂતન વર્ષાભિનંદન” ✨🙏🏻 –કાગ પરિવાર #kagsahitya
Tweet media one
3
7
125
@KagSahitya
Kag Sahitya
1 year
“કાગ ના ફળિયે કાગ ની વાતું” #kagsahitya
1
17
123
@KagSahitya
Kag Sahitya
6 months
હે મા ! પાપકર્મથી જેનાં હૃદયરૂપી ખેતર ખારા ધૂંધવા બની ગયેલાં એનાં ખોળિયાંને તેં મીઠાં બનાવી દીધાં અને એના હૃદયખેતરમાં ભક્તિ, દયા, અહિંસા, શ્રમ અને સત્યનો બગીચો બનાવી દીધો. –કવિ કાગ ભેળીઆળી કાગવાણી ભાગ ૭ #kagsahitya #bheliyali #sonalmaa #madhada #kagbapu #kavikag
Tweet media one
0
5
121
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
11
122
@KagSahitya
Kag Sahitya
8 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
1
9
120
@KagSahitya
Kag Sahitya
1 year
ખોડિયાર જયંતિની આપ સર્વોને શુભકામનાઓ 🙏🏻 “મામડિયા નામના ગઢવીને સાત દીકરીઓ હતીઃ આવડ, સાંસઈ, હોલ, વીજબાઈ, જોગડ, તોગડ અને ખોડિયાર. એ સાતે દેવીઓનો ઇતિહાસ દૈવી છે. તેમાં ખોડિયાર સૌથી વધારે પ્રસિદ્ધ છે. આજે નદીએ, નાળે, પર્વતે, ઝાડે અને પાણે પાણે માણસોએ ખોડિયારની સ્થાપના કરેલ છે.
Tweet media one
4
11
117
@KagSahitya
Kag Sahitya
4 months
ઠૂંઠું લાકડું જ્યારે અગ્નિમાં હોમવાથી લાકડું મટી જાય છે—એનામાં લાકડાપણું રહેતું નથી—ત્યારે એ તો દેવતા બની જાય છે. તેનાથી હવનહોમ વગેરે થાય છે અને સૌ તેની પૂજા કરે છે. એ જ દેવતા બનેલું લાકડું જ્યારે...
Tweet media one
1
6
120
@KagSahitya
Kag Sahitya
4 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
1
10
117
@KagSahitya
Kag Sahitya
1 year
#HanumanJayanti ની હાર્દિક શુભકામનાઓ🙏🏻 હનુમાન ને એક વસ્તુ સર્વોપરી લાગેલી અને તે ભગવાન રામની મૂર્તિ. પણ તે તો પોતાના હૃદયમાં જ સ્થાપી દીધેલી. રામ ભલે ગમે ત્યાં હોય એની એન�� પરવા ન હતી. એના હૃદયમાં, અંગમાં, નસેનસમાં અને રોમ રોમમાં રામ રમતા હતા.
Tweet media one
2
10
118
@KagSahitya
Kag Sahitya
2 years
ગોહિલવંશના કુળદીપક મોખડાજીની દેરી ઘોઘામાં છે.ત્યાં દર્શને ગયેલ.ત્યારે આ ગીત ગાયેલું. મોખડા ગોહેલનું માથું ઘોઘામાં પડેલું અને ધડ સાત ગાઉ ખદડપર ગામે બાદશાહી ફોજ સામે લડતાં પડેલું.બેઉ ઠેકાણે એની દેરીઓ છે.ખંભાતના અખાતમાં ખારવા હજુ પણ મોખડાજીની માનતા માને છે. –કવિ કાગ #kagsahitya
Tweet media one
3
10
115
@KagSahitya
Kag Sahitya
1 year
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીમાં ઘણા મહાન ગુણો છે. એમાંથી એમના એક જ ગુણ - ગંભીરતા - વિષે આ ગીત ગોપનાથજીમાં લખાયેલું કે, એમની ગંભીરતા કદી હદ છાંડતી નથી. –કવિ કાગ ગંભીરતા કાગવાણી ભાગ ૩ #kagsahitya #maharajakrishnakumarsinhjigohil #bhavnagar #bhavnagarstate
Tweet media one
1
14
112
@KagSahitya
Kag Sahitya
1 year
Tweet media one
1
11
114
@KagSahitya
Kag Sahitya
6 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
8
115
@KagSahitya
Kag Sahitya
2 years
હે કાગ ! સિંહ નબળો પડી ગયો હોય, માંદો હોય, એને ખાવાનું ન મળ્યું હોય, ઘણા દિવસનો ભૂખ્યો હોય, છતાં એ કદી ઘાસ નથી ખાતો. એના વિચાર તો હાથીનું કુંભસ્થળ તોડવાના જ હોય છે. દુહો દશમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya
Tweet media one
2
11
112
@KagSahitya
Kag Sahitya
2 years
Tweet media one
1
10
114
@KagSahitya
Kag Sahitya
1 year
કાગબાપુના પદ ને લોકો રામાયણની ચૌપાઈ સમજે છે... –પૂજ્ય મોરારીબાપુ #moraribapu #ramayan #ramayana #kagbapu #kavikag #dulabhayakag #bhagatbapu #jayshreeram #jaysiyaram #chitrakutdhamtalgajarda #kagsahitya
2
7
110
@KagSahitya
Kag Sahitya
1 year
તરવાર સાથે તુલસીની માળા રાખી તે પેટીમાં મૂકી દીધી. ધૂપ-દીપ કર્યા, વર્ષો સુધી હરિકથા સંભળાવી, પણ જ્યારે તે મ્યાનમાંથી નીકળી રણક્ષેત્રમાં ગઈ, ત્યારે માનવીના મસ્તકનું ભક્ષણ કરવા લાગી.
Tweet media one
3
11
109
@KagSahitya
Kag Sahitya
9 months
હે કાગ ! સોનું કહે છે કે મારું આખું અંગ સોની કાપી નાખે, છાતી તોડી નાખે, હાથપગ વગેરેના કટકા કરી નાખે અને અગ્નિમાં તપાવે, તો પણ મને એનો ધોખો-ઓરતો નથી; પણ સામી ચણોઠી રાખીને મારો તોલ કરે છે, એની કોચવણ મારા દિલમાં કાયમ રહે છે. –કવિ કાગ #kagsahitya
1
18
108
@KagSahitya
Kag Sahitya
4 months
જગતરૂપી સમુદ્રમાંથી મહામહેનતે પ્રાપ્ત થયેલાં ચૌદ રત્નો એટલે વૈભવ,વિલાસ, મહત્ત્વાકાંક્ષા, સત્તા વગેરે વિષ્ણુ આદિ બધા દેવોને આપી દઈને પછી એ બધા પોતાને મળેલું સુખેથી ભોગવે એટલા માટે છેવટે દરિયામાંથી નીકળેલું હળાહળ વિષ પીવા તું જગતરૂપી સાગરને કાંઠે મહાદેવ બનજે. –કવિ કાગ #kagsahitya
Tweet media one
0
11
110
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
0
9
108
@KagSahitya
Kag Sahitya
1 year
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
1
8
110
@KagSahitya
Kag Sahitya
2 years
એજી... તારા આંગણીયા પૂછીને કોઈ જો આવે રે.... આવકારો મીઠો આપજે રે.... ભાવનગર ખાતે કાગ પરિવારના આંગણે પરમ પૂજ્ય બાપુની પધરામણી 🙏🏻 #kagsahitya #MorariBapu #truth #love #compassion #chitrakutdhamtalgajarda
1
11
109
@KagSahitya
Kag Sahitya
11 months
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya
Tweet media one
1
9
105
@KagSahitya
Kag Sahitya
2 years
(1/2) આખી રાત ઘોડાં હાંકીને પ્રાતઃકાળ અગાઉનો ઠેઠ આથમણી દિશાથી પૂર્વમાં પહોંચી જઈને નિયમિત ઉદય થવાનું સૂર્યને કદાપિ કહેવું પડતું નથી. રાત અને દિવસના અપાર થાકને સૂર્ય કોઈ દિવસ ગણતો નથી અને
Tweet media one
1
9
107
@KagSahitya
Kag Sahitya
8 months
હે અંબા ! તેં પાંચમે નોરતે હળપતિ એવા બળભદ્રને બોલાવ્યા. બળભદ્ર એટલે જેનું બળ સહુ કોઈને કલ્યાણકારી છે એવા ખેડૂત સમાજને નોતર્યો અને ખેડૂતો તથા બળદોનું મોટું સન્માન ક��્યું. એટલે કે શ્રમ અને મહેનતને પ્રતિષ્ઠા અને કીર્તિ આપી. #kagsahitya #navratri
Tweet media one
0
7
105